વિનોદભાઇ પટેલ

અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી કેમિકલયુક્ત પાણી તેમજ કેમિકલયુક્ત ઘન કચરો નાખવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે. અંકલેશ્વર જીપીસીપી માત્ર સેમ્પલો લઈ જવા સીવાય કોઇ આવી કંપનીઓ સામે કાર્યવાહી કરવામાં આવતી નથી. જેથી આવા ગેરકાયદેસર કૃત્યો કરનારાઓને મોકળું મેદાન મળી રહ્યું છે. તા.24/05/2019 ના રોજ સવારે બાકરોલ કોસમડી જવાના માર્ગ ઉપર આવેલ ગામ તળાવની પાળ પાસે કેમિકલ ભરેલું ડ્રમ કોઇ નાખીને જતું રહ્યું હોય તેમ પડેલું મળી આવ્યું હતું.

લોકોનું કહેવું છે કે બાકરોલગામ તળાવનું પાણી ખેડૂતો ગ્રામજનો આ પાણીનો ઉપયોગ કરતા હોય છે. આવા કેમિકલ આવવાના કારણે ઢોર તેમજ માનવ જાતને નુકસાન થાય એવી ભીતી સેવાઈ રહી છે. જેથી આવા કૃત્ય કરનાર સામે સરકાર કડક માં કડક પગલા ભરે તેવી માંગ કરી હતી. આ પર્યાવરણ ને નુકસાન કરતાં લોકો સામે GPCB બોર્ડ પગલાં ભરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

LEAVE A REPLY