ન્યુઝ વિરમગામ
તસવીર-વંદના નીલકંઠ વાસુકિયા

વિરમગામ નગરપાલિકા ખાતે શુક્રવારે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વિરમગામની વિવિધ બેંકના મેનેજરની મીટીંગ મળી હતી. આ પ્રસંગે વિરમગામ નગરપાલિકાના ચીફ ઑફીસર વિનોદ રાઠોડ, સિવિલ એન્જિનિયર શાલીનભાઈ સહીતના હાજર રહ્યા હતા. છેવાડાના માનવી સુધી આ યોજના જાય અને દેશના ગરીબ લોકોને આ યોજના અંતર્ગત જોડાઈને લાભ લે તેવા ઉદ્દેશ્ય થી મીટિંગ બોલાવવામાં આવી હતી તેમ વિરમગામ નગરપાલિકાની અખબારી યાદીમા જણાવ્યું હતું.

LEAVE A REPLY