Proud of Gujarat
FeaturedGujarat

આજરોજ અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ખાતે પાણી વિતરણ કાર્યક્રમની સમાપન વિધિ રાખવામાં આવી હતી.

Share

દિનેશભાઈ અડવાણી

અંકલેશ્વર રેલવે સ્ટેશન પર છેલ્લા ૪૫ દિવસથી આવતા જતા યાત્રીઓ તેમજ જનરલ ડબ્બામાં મુસાફરી કરતા યાત્રીઓને ઠંડા પાણી ની સેવા અંકલેશ્વર માહેશ્વરી સમાજ તેમજ ગાયત્રી પરિવાર ના લોકો દ્વારા પૂરી પાડવામાં આવી હતી.જેની સમાપન વિધિમાં અંકલેશ્વર નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ ચેતનભાઇ ગોળવાળા, ભરૂચ જિલ્લા ભાજપના યુવા પ્રમુખ સુરેશભાઈ પટેલ ,અંકલેશ્વર તાલુકાના ભાજપ પ્રમુખ નરેન્દ્રભાઈ દીપકભાઈ, રેલવેના અધિકારીઓ તેમજ મહેશ્વરી સમાજના સભ્યો ,ગાયત્રી પરિવાર ના સભ્યો સૌ ઉપસ્થિત રહ્યા હતા. બધાએ એક સ્વરે પાણી બચાવવા માટેના વિચારનું સમર્થન આપ્યું હતું.

Advertisement


Share

Related posts

ઉમરપાડા ગુલી ઉંમર ગામે પંડિત દીનદયાળ ઉપાધ્યાયનાં જન્મદિન નિમિત્તે દોડ સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat

જંબુસરમાં તસ્કરો બંધ મકાનમાંથી 4.24 લાખની ચોરી કરી રફૂચક્કર

ProudOfGujarat

નવનિયુક્ત પ્રદેશ પ્રભારી ડૉ. રઘુ શર્માનું પંચમહાલ કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા સન્માન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!