Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંક્લેશ્વરની સીતારામ સેવા સંસ્થાની દર્દીઓ માટે નિ:શુલ્ક સાધનની મદદ…

Share

અંક્લેશ્વર GIDC  ખાતે કાર્યરત શ્રી રઘુવંશી લોહાણા મહાજનનાં સહકારથી ચાલતી સીતારામ સેવા સંસ્થા દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓ માટે નિ: શુલ્ક સાધનો ઉપયોગ માટે પુરા પાડવાની શરૂઆત કરાઇ છે. સંસ્થા દ્વારા દર્દીઓ માટે વ્હીલ ચેર, ટોઈલેટ ચેર, મેડીકલ બેડ, બેક સ્પોર્ટ, એર બેડ, વોટર બેડ, સ્ટીક, ઘોડી, ટોઈલેટ ટબ, સ્ત્રી અને પુરૂષ દર્દીઓ માટે યુરિનલ ટબ જેવાં તબીબ સાધનો નિ: શુલ્ક ઉપયોગ કરવા માટે આપવામાં આવસે જે પરત કરવાનાં રહેશે . આ અંગે સંસ્થાના રૂપલબેન ઠક્કરે જણાવ્યું હતું કે દર્દીઓએ આ બધા સાધનો મોંઘા ભાવે ખરીદવા પડે છે જેની જરૂરત પૂરી થયે કામ લગતાં નથી. ગરીબ મધ્યમવર્ગ સહિત તમામ વર્ગનાં દર્દીઓ માટે એટલે જ આ સેવા શરૂ કરી છે જેથી તેઓ પર તબીબ સારવાર ઉપરાંત આ સાધનો ખરીદવાનો વધારાનો બોજ ના આવે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્વ.અહમદ પટેલની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

ભરૂચ : કલરવ સંસ્થામાં શારીરિક ચેલેન્જ આપતા બાળકોની સરાહનીય કામગીરી.

ProudOfGujarat

दीपिका पादुकोण की झोली में एक ओर अवार्ड, जीक्यू अवार्ड्स में पद्मावत के लिए जीता ‘क्रिएटिव पर्सनालिटी ऑफ द ईयर’ पुरस्कार!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!