Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા જુના ધંતુરીયાની સીમમાંથી બે નંબરના ડીઝલનો જથ્થો મળી આવ્યો …

Share

અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવતા જુના ધંતુરીયા ગામની સીમમાંથી  બે નંબરનો ડીઝલનો મોટો જથ્થો મળી અવ્યો હતો. આ ડીઝલનો જથ્થો બુલેરોમાં વહન થતો હતો. પોલીસે ડીઝલનો જથ્થો અને બુલેરો પિકપ વાન મળી કુલ રૂ. ૩,૯૪,૦૩૦/- ની મતા જપ્ત કરી એક આરોપી ઝડપી પાડ્યો હતો. આ અંગે વિગતે જોતા અંકલેશ્વર રૂરલ પોલીસ ઈન્ચાર્જ સબ ઈન્સપેક્ટર એસ.એન.દેસાઈ ને મળેલ બાતમીના આધારે વોચ ગોઠવતા એક બુલેરો પિકપ ગાડી ઝડપાઈ હતી જે જુના ધંતુરીયા ગામની સીમામાંથી ઝડપાઈ હતી. પિકપ વાના નો નં-GJ-16-A U-2061 જણાયો હતો જેનો ડ્રાઈવર અને આ બનાવનો આરોપી રાહુલ દેવચંદ પટેલ રહે. નવા ધંતુરીયા રામનગરનો હોવાનુ જણાયુ હતુ. બુલેરો માંથી પ્લાસ્ટીકના કારબા નં-૧૭ ઝડપાયા હતા જેમા કુલ ૫૯૫ લિટર ડીઝલ હતુ જેની બજાર કિ. રૂ. ૪૪,૦૩૦/- જેટલી અને બુલોરો પિકપ વાન કિ.રૂ. ૩,૫૦,૦૦૦/- મળી કુલ રૂ. ૩,૯૪,૦૩૦/- ની મતા પોલીસે જપ્ત કરી આરોપી સામે કાયદેસરની કર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ઈનરવ્હીલ ક્લબ દ્વારા ભરૂચ વૃદ્ધાશ્રમ ખાતે જરૂરિયાતની ચીજ વસ્તુઓનું વિતરણ કરાયું.

ProudOfGujarat

અંકલેશ્વરમાં ત્રીજી આગની ઘટના : નવજીવન હોટલ પાછળ ભંગાર ગોડાઉનમાં ભીષણ આગ, ધૂમાડાના ગોટેગોટા દૂર સુધી નજરે પડ્યા

ProudOfGujarat

ગોધરા નગરપાલિકા અને સામાજીક વનીકરણ વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!