Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratHealthINDIA

અંકલેશ્વરની પ્રીતેન હેલ્થ કેર કંપનીમાં ભીષણ આગ… બ્લાસ્ટ થતાં કંપનીનો પ્લાન્ટ ધરાશાયી. બે કામદારોના મોત.

Share

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ પ્રીતેન હેલ્થ કેર પ્રાઇવેટ લિમિટેડમાં અચાનક આગ ફાટી નીકળી હતી આગના બનાવ બાદ કલાકો વીતી ગયા છતાં હજી અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથક ખાતે આ બનાવ અંગે કોઇ નોંધપાત્ર વિગત ન હતી એટલું જ નહીં પરંતુ ફેક્ટરી ઇન્સ્પેક્ટર પણ હજી ઘટના સ્થળની મુલાકાત લીધી ન હોવાનું જાણવા મળેલ છે .

આ બનાવ અંગે જોતા મળેલ માહિતી મુજબ અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ પ્રીતેન હેલ્થ કેર પ્રાઇવેટ લિમિટેડ કે જે પ્લોટ નંબર c1/3103 પર આવેલ છે જેમાં ગત રાત્રીના સમયે અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી કેટલાક ના જણાવ્યા મુજબ ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો જેથી ફાયરબ્રિગેડના તંત્રને જાણ કરાતા છ જેટલા ફાયર બ્રિગેડના ટેન્ડર દ્વારા જવાનોએ મહામહેનતે આગને કાબુમાં લીધી હતી આ બનાવના પગલે કંપનીનો પ્લાન્ટ ધરાશાયી થયો હોવાનું પણ જાણવા મળેલ છે દરમિયાન થયેલ આગના બનાવમાં બે કામદારો ગંભીર રીતે દાઝી જતાં તેમના મોત નિપજ્યા હતા. અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ કંપનીમાં સુરક્ષા અને સલામતીની અપૂરતી વ્યવસ્થા ના પગલે એક પછી એક આવા બનાવો બની રહ્યા છે તંત્ર દ્વારા કડક હાથે કામ લેવામાં ન આવતા કામદારોના જીવ જોખમમાં મૂકાયા છે સરકારી અમલદારો માત્ર ગજવા ભરવાના કામ કરી રહ્યા છે. ઇન્સ્પેકશન અને તકેદારીના પગલા માત્ર કાગળ ઉપર લેવાય છે.

Advertisement


Share

Related posts

જામનગરમાં નવાનગર નેચર ક્લબ દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ગ્રીન વોકનું આયોજન.

ProudOfGujarat

આ છે 9 જૂનની પાંચ ભાગ્યશાળી રાશિઓ, શું તમારી રાશિ આ લકી યાદીમાં છે?

ProudOfGujarat

અંકલેશ્વર એનસીટીના કર્મચારીની હડતાલ ત્રીજા દિવસે એ.આઇ.એ,પી.આઈ.એ અને જીપીસીબી દ્વારા દરમિયાનગીરી કરી ચુંટણી બાદ તેમના પ્રશ્નોનુ નિરાકરણ લાવવાની બાંહેધરી આપતાં કર્મીઓએ હડતાળ પાછી ખેંચી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!