દર વર્ષે સરકાર દ્વારા દેશભરમાં પોલીયો રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે ત્યારે ૧૦મી માર્ચના રોજ પોલીયો રવિવાર નિમિત્તે અંકલેશ્વર ખાતે આજરોજ રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા પોલીયો રવિવાર અંગે માહિતી આપવામાં આવી હતી જેમાં ૦થી પાંચ વર્ષના બાળકોને પોલીયોના બે ટીપા પીવડાવવામાં આવશે જેથી અંકલેશ્વરના નાગરિકોએ પોતાના ૦ થી પાંચ વર્ષના બાળકોને પોલીયો રસીકરણ ઝુંબેશ અંતર્ગત રસીકરણ બે ટીપા પીવડાવવા અને પોલીયો જેવા રોગ સામે રક્ષણ મેળવવા રોટરી કલબના આગેવાનોએ આગ્રહ કર્યો છે સદર કાર્યક્રમમાં ડો,સતીશ ગુપ્તા,રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ ઈશ્વર સજ્જન,મોહન જોશી અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY