Proud of Gujarat
FeaturedGujarat

શા માટે હાઈ કોર્ટના ન્યાયાધીશે કહેવું પડ્યું હતું કે પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ ની ઓફીસ ને તાળા મારી દો…

Share

અંકલેશ્વર
10 માર્ચ, 2019

વારંવાર ની રજૂઆતો અને ફરિયાદો ના અંતે પણ હાલ ની પરિસ્થિતિમાં અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત માં હવા અને પાણી ના પ્રદૂષને તેની તમામ હદો વટાવી દીધી છે.

Advertisement

ગઈ કાલે પ્રકૃતિ સુરક્ષા મંડળ ની ટિમ ને જાણ થઈ કે રામદેવ કેમિકલ અને વિષ્ણુ કેમિકલ ની પાછળના ચેમ્બરો માં થી વહેતુ લાલ પણ રોડ પરથી પસાર થઈ વરસાદી ગટરો માં વહે છે. ટિમ દ્વારા સ્થળ ની મુલાકાત લેતા રોડ પરથી વહેતુ પાણી ગટરો સુધી જતું નજરે જણાયું હતું .પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા ફરિયાદ કરવા અંકલેશ્વર ના જીપીસીબી ના અધિકારીઓ ને ફોન કરતા કોઈ નો પણ સમ્પર્ક કરી શક્યો ના હતો જાહેર રજા નો દિવસ હતો અને રજા ના મૂડ માં હોઈ શકે છે. જીપીસીબી ના નવા નિમાયેલા ચેરમેન શ્રી ગુપ્તા સાહેબ નો સંપર્ક કરવાની કોશિશ કરતા તેમને પણ કોઈ જવાબ આપ્યો ના હતો. આમેય ગુપ્તા સાહેબ ના આવ્યા પછી જેવી અપેક્ષાઓ હતી તેવા કોઈ ખાસ સુધારો થયો હોય એવું જણાતું નથી.

અંતે આ બધા રજા ની મજા માણતા અધિકારીઓ ને ફોટા,વિડિઓ દ્વારા આ ફરિયાદ પોહચડવા માં આવી હતી.

ચોમાસા પછી શિયાળા ની ઋતુ પણ પુરી થઈ છે તેમ છતાં અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત ના વિવિધ વિસ્તારો ની વરસાદી ગટરો માં એફલુએન્ટ વહેતુ નજરે દેખાય છે. અને અમારી જાણ મુજબ આ વહેતુ એફલુએન્ટ એવા વિસ્તારો માંથી વહે છે કે જેમની પાસે કાયદેસર ની NCT સાથે ની મેમ્બર શિપ પણ નથી. અને એવા વિસ્તારો ના ચેમ્બરો લાલ પણ થી ઉભરાય, અને આ પાણી રોડ પર અને વરસાદી ગટરો માં વહેતુ હોય અને તે પણ દિવસો ના દિવસો સુધી વહેતુ હોય તો આ લાખો રૂપિયા ના પગાર લેતા એ અધિકારીઓ કે જેમને આ પ્રદુષણ ને કન્ટ્રોલ કરવા માટે જ રાખ્યા છે. વાહનો આપ્યા છે. અને લાલ પાણી ક્યાંથી આવે છે એ કોનું છે એ શોધવાનું કામ મુશ્કેલ પણ નથી કેમકે ત્યાં એક કે બે જ લાલ પાણી નીકળતા યુનિટો છે અને કહેવાય છે. અધિકારીઓ ની આવડત લાયકાત ના આધારે તો સરકારી નોકરી મળી છે. પરંતુ ઈમાનદારી થી કામ કરવું જ નથી

જીપીસીપી ના અધિકારીઓ, નોટીફાઇડ એરિયા ના અધિકારીઓ અને થર્ડ પાર્ટી તરીકે મોનીટરીંગ કરતી GEMI ની ટિમ ને શુ આ વહેતુ એફલુએન્ટ દેખાતું નથી? કે પછી આંખ આડા કાન કરવામાં આવે છે. કે કોઈ ફરિયાદ કરે તેની રાહ જોવામાં આવે છે. સરકારી કર્મચારીઓ હોવા છતાં અલગ થી સ્વતંત્ર થર્ડ પાર્ટી કહેવાતી GEMI ને લાખો રૂપિયા 24 કલાક મોનીટરીંગ કરવા માટે ચુકવવામાં આવે છે તેમ છતાં આ પરિસ્થિતિ છે.મોનેટરિંગ માટે ફરતી Gemi ની ગાડી રાત્રી દરમ્યાન રોડ ની સાઈડ પર ઉભી કરી ઊંઘી જતા હોય તેની પાસે બીજી આશા શુ રખાય તેવી ચર્ચા ચાલી રહી છે

આમ પ્રજા ની સહન શક્તિ ની કસોટી કરતા હોય એવું લાગી રહ્યું છે.

પ્રદુષણ બાબતે હાઇ કોર્ટ માં કેશ ચાલી રહ્યું છે જ્યાં અગાઉ ભૂતયા કનેકશનો શોધવા માટે અને કાર્યવાહી કરવા માટે કોર્ટે ઓર્ડર આપ્યા છે. અને ચાલેલી કાર્યવાહી દરમ્યાન હાઇ કોર્ટ ના ન્યાયાધીશે કહેવું પડ્યું હતું કે પોલ્યુશન બોર્ડ ની ઓફીસ ને તાળા મારી દો…. તે બાદ થોડા સમય માટે ચાલેલી આ દ્રાઈવ (કાર્યવાહી) હાલ બન્ધ છે. થોડા સમય માટેબહુ ગાજેલી આ કાર્યવાહી થી પ્રદુષણ કન્ટ્રોલ માં આવી ગયું છે એમ માની જીપીસીબી ના અધિકારીઓ હાલ મૌન થઈ ગયા છે. અથવા તો કોઈ દબાણ હેઠળ આવી ગયા હોય એમ ચર્ચાઈ રહ્યું છે.


Share

Related posts

ઉમરપાડાનાં વેલાવી ગામના આંબા ફળિયાની ૧૯ વર્ષીય યુવતી ગુમ થઈ.

ProudOfGujarat

મેડવે ટેકનોલોજીસના મેડપે કનેક્ટેડ કેર નેટવર્ક દ્વારા આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ તેના ગ્રાહકો માટે રજૂ કરે છે કેશલેસ ઓપીડી સર્વિસ.

ProudOfGujarat

ગોધરાના તીરઘર વાસ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા દલિત સમાજ સાથે ચિંતન શિબિર યોજવામાં આવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!