Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : શહેર પોલીસે ચોરીના લોખંડના ભંગાર સાથે બે ઈસમ સહિત ઈકો કાર ઝડપી પાડી

Share

અંકલેશ્વર શહેર પોલીસે વિસ્તારમાં અંકલેશ્વરની ભાગ્યોદય હોટલ નજીકથી શંકાસ્પદ ભંગાર ભરેલી ઈકો કાર સાથે ભરૂચના બે ઇસમોને ઝડપી પાડી કુલ 1.56 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

Advertisement

ભરૂચથી રાજપીપળા ચોકડી થઈ ઈકકો કાર નંબર Gj-16-z-5593માં ચોરીનું લોખંડના ભંગારનો જથ્થો અંકલેશ્વર શહેરમાં લાવવામાં આવી રહ્યો છે જેવી બાતમીના આધારે શહેર પોલીસ મથક્નો સ્ટાફ ભાગ્યોદય હોટલ નજીક વોચમાં હતો .

પોલીસને મળેલ બાતમીને આધારે ઈકો કાર આવતા પોલીસે ગાડીને અટકાવી હતી અને તેમાં તપાસ કરતાં તેમાંથી 335 કિલો સળિયાનો ભંગાર મળી આવ્યો હતો. પોલીસે લોખંડના ભંગાર અંગે પૂછપરછ કરતાં કારમાં સવાર બે ઇસમોશાહીલ સાફિક અબ્બાસ મલેક અને અસ્ફાક સુલેમાન વલી આદમ ગાયન. રહે, જંબુસર બાયપાસ એ અસંતોષકારક જવાબ આપતા પોલીસે 6 હજારથી વધુનો લોખંડનો ભંગારનો સમાન અને ઈકો કાર મળી કુલ 1.56 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી .


Share

Related posts

ભરૂચ મુન્શી મહિલા બી.એડ કોલેજમાં ગાંધી જયંતીની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

આંધ્રપ્રદેશની ગિલોલ ગેંગના સાગીરતને ઝડપી પાડતી સુરત ક્રાઈમ બ્રાન્ચ.

ProudOfGujarat

છોટાઉદેપુર : ઓરસંગ નદીમાં ગેરકાયદે ખનન થતું હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!