Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેર પોલીસે એપલ કંપનીના એસેસરીઝનું વેચાણ કરતા છ દુકાનદારોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Share

પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદ મણિનગર વિસ્તારની મધુકુંજ સોસાયટીમાં રહેતા અને જાણીતી મોબાઈલ કંપની એપલના અધિકારી વિશાલસિંહ હીરાસિંહ જાડેજા અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદ અનુસાર અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ મોબાઈલ શોપમાં ડુપ્લીકેટ એપલ કંપનીના એસેસરીઝનું વેચાણ કરવામાં આવે છે જે ફરિયાદને આધારે શહેર પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ ઓમ સદગુરુ મોબાઈલ,મનોર મોબાઈલ એન્ટર પ્રાઈઝ,વી.મોબાઈલ પોઇન્ટ,જય ગુરુદેવ મોબાઈલ અને માં ભવાની મોબાઈલ તેમજ એમ.બી.મોબાઈલ એસેસરીઝનું વેચાણ કરતા દુકાનદારોને ત્યાં દરોડો પાડી એપલ કંપનીની ડુપ્લીકેટ વિવિધ એસેસરીઝ મળી કુલ 2.50 લાખથી વધુના જથ્થા સાથે મૂળ રાજસ્થાનના અને હાલ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની સ્કાય રેસીડેન્સી રહેતા માંગીલાલ બુધારામ ચૌધરી ,ભરત હળમતાજી રાજપુરોહિત,જગદીશ છત્રારામ રાજપુરોહિત,શંકરલાલ કાળુજી રાજપુરોહિત અને મહેન્દ્રસિંહ મુલસિંહ રાજપૂત,વિક્રમ ભલારામજી ચૌધરીને ઝડપી પાડી તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Advertisement

Share

Related posts

ગોધરા લો કોલેજની વિદ્યાર્થીનીને યુ.પી. ના રાજ્યપાલના હસ્તે ગોલ્ડમેડલ એનાયત.

ProudOfGujarat

ગોધરા : સદભાવના મિશન ક્લાસમાં મફત શિક્ષણ કોચિંગ ક્લાસ અભ્યાસ કરતી દિકરીની બર્થ ડેની ઉજવણી કરી એકતાની મિશાલ પુરી પાડતાં શિક્ષક ઈમરાનભાઈ

ProudOfGujarat

નર્મદા નદીમાં 31 હજાર કયુસેક પાણી ડિસ્ચાર્જ થતા ચોમાસા પહેલાં નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!