Proud of Gujarat
GujaratINDIA

અંકલેશ્વર સહિત પાનોલી અને ઝઘડિયાની ઇન્ડસ્ટ્રીઝનું એફલુએન્ટ પાણીનો નિકાલ 24 કલાક માટે કરાયો બંધ.

Share

અંકલેશ્વર સહિત પાનોલી અને ઝઘડિયાની ઇન્ડસ્ટ્રીઝનું એફલુએન્ટ પાણીનો નિકાલ કરવા 24 ક્લાક માટે પાણી બંધ થવાથી ત્રણેય ઉદ્યોગમંડળના ઉદ્યોગકારોને મોટાપાયે નુકશાન થઈ રહ્યું હોવાનું અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના જતિન ગાંધીએ જણાવ્યુ હતું.

વધુમાં તેમણે જણાવ્યુ હતું કે NCTL એ જ્યાં ઇન્ડસ્ટ્રીઝનું વેસ્ટ એફલુએન્ટ જાય છે તેને ડિસ્ચાર્જ રૂપે 24 ક્લાક માટે બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો તેનું મુખ્ય કારણ છેલ્લા અઠવાડિયાથી ચોમાસાના કારણે થોડા પાણીની આવક વધારે થાય જેથી કરીને ત્યાંના ગાર્ડ પણ ભરાઈ ગયા છે, જેથી NCTL પાસે કોઈ ખાલી જગ્યાઓ નથી જેને કારણે બધા પાણીનો યોગ્ય નિકાલ કરી સાફ કરી અને તેને સંપૂર્ણપણે ચોખ્ખું કર્યા બાદ તેને દરીયામાં છોડવામાં આવશે. જેમાં સંપૂર્ણ કામગીરીમાં એક દિવસનો સમય લાગતો હોવાથી ગાર્ડને સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

Advertisement

જે અંતર્ગત આજરોજ બપોર 2 વાગ્યાથી આવતીકાલના બપોર 2 વાગ્યા સુધીમાં સંપૂર્ણ કામગીરી પૂરી કરી દેવામાં આવશે. આ પ્રક્રિયા ચોમાસામાં અવારનવાર કરવી પડતી હોય છે. જેને પગલે 24 ક્લાક સુધી પાણી બંધ થવાથી અંકલેશ્વર સહિત પાનોલી અને ઝઘડિયાનાં ઉદ્યોગ મંડળના ઉદ્યોગકારોને મોટાપાયે નુકશાન થવાની સંભાવનાઓ રહેતી હોય છે.


Share

Related posts

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે હાઇવે પર વર્ષા હોટલ પાસેથી વિદેશીદારુ ભરેલ ટ્રક ને ઝડપી પાડી હતી…જેમાં  પોલીસે 29.લાખ 98 હજારનો વિદેશીદારુ નો જથ્થો તેમજ 9 લાખની ટ્રક મળી કુલ 39 લાખ 70 હજાર નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો …..

ProudOfGujarat

અંકલેશ્વરની વાલિયા ચોકડી વિસ્તારમાંથી લાખોની કિંમતના ગાંજાના જથ્થા સાથે ચાર આરોપીઓ ની પોલીસે કરી ધરપકડ.

ProudOfGujarat

ગુજરાત પ્રદેશના કોંગ્રેસ સેવાદળનાં ભરૂચ નિવાસી સંગઠક સોમચંદ મકવાણાને ગુજરાત રાજ્યના સેવાદળના સૌ સૈનિકોએ શ્રદ્ધાંજલિ અર્પી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!