Proud of Gujarat
GujaratFeaturedINDIA

રૂપાણી સરકાર ગઈ પરંતુ તેઓના હોલ્ડિંગો હજુ પણ વાલિયા ચોકડી પર જોવા મળ્યા..!

Share

અંકલેશ્વર મુખ્ય માર્ગ ઉપર વાલિયા તાલુકાના વાલિયા ચોકડી ઉપર આજે પણ મુખ્યમંત્રી તરીકેની હોલ્ડિંગ ઉપર વિજય રૂપાણીના ફોટા જોવા મળ્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રી બદલાયા મહિનો થઇ ગયા છતાં પણ વાલીયા જેવા તાલુકામાં આજે પણ જાહેરાતનાં હોલ્ડિંગ ઉપર મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી તેમજ ડેપ્યુટી મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલના હોલ્ડિંગો જોવા મળી રહ્યા છે.

સરકારી બાબુઓની અવરજવર આ રસ્તા ઉપર હોવા છતાં પણ આવી જાહેરાતોના બોર્ડ પર નજર નથી પાડતા. શું સરકારી બાબુઓ એટલા બધા કામમાં બિઝી હોય છે. પ્રજાના પૈસે લગાવતા આ જાહેરાતના બોર્ડ સાચા બોર્ડ લગાવવા જોઈએ. ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા બાદ સરકારી બાબુઓને ચેતવણી રૂપે કામગીરી કરવાની સૂચના આપી હોવા છતાં પણ સરકારી બાબુઓ કુંભકર્ણ નિંદ્રામાં હોય એવું લાગી રહ્યું છે.

Advertisement

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

પાનોલી જી.આઇ.ડી.સીમાં આવેલ આર.એસ.પી.એલ કંપનીની બહાર ટ્રકમાં મોડી રાત્રીના આગ લાગતા અફરાતફરીનો માહોલ

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં પોલીસ વિભાગે સપાટો બોલાવ્યો : જિલ્લામા 3 જગ્યાઓ પરથી નકલી ડોકટરોને ઝડપી પાડ્યા.

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઇ.ડી.સી. ના રોડ ખરાબ થતાં મહિલાઓ દ્વારા નવા બનાવવાની માંગ કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!