Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં આંબોલી-બોઈદ્રા રોડ ઉપર સૂતેલા કામદાર ઉપર ટ્રક ફરી વળતાં મોત નીપજયું.

Share

અંકલેશ્વરમાં ખેતરે શેરડી કટિંગ કરી રોડ પર સૂઈ ગયેલ કામદાર પર ટ્રક ફરી વળતાં ગંભીર ઇજાઓને પગલે તેનું મોત નીપજયું.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ તાપી જિલ્લાના ગાસિયા મેરા ગામના અને હાલ અંકલેશ્વરના આંબોલી-બોઈદ્રા બસ સ્ટેન્ડની બાજુમાં રહેતા 60 વર્ષીય જયંતિ સુરજી કોટવાલીયા ગતરોજ નાગજીભાઈ પાટણવાડિયાના ખેતરે શેરડી કટિંગ કરવા ગયા હતા અને મોડી રાતે આંબોલી-બોઈદ્રા જવાના રોડ ઉપર સૂઈ ગયા હતા તે દરમિયાન પંડવાઈ સુગર ફેકટરીમાં શેરડીનો જથ્થો ખાલી કરવા જતાં ટ્રક નંબર-જી.જે.16.T.9516 ના ચાલક કિશોર ગામિત પોતાની ટ્રક રિવર્સ લેતી વખતે બેફિકરાઈ અને ગફલતભરી રીતે ચલાવતા રોડ પર સૂતેલા કામદાર ઉપરથી ટ્રક ફરી વળતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે જયંતિ કોટવાલીયાનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજયું હતું. અકસ્માત અંગે શહેર પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ ટ્રક ચાલકને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

રાજપીળા : નર્મદામા ડેડીયાપાડાના ધારાસભ્યના પ્રશ્નોની સરકાર દ્વારા ધરાર અવગણના : કલેકટર કચેરીએ ધરણા પર બેસવાની ચીમકી આપી.

ProudOfGujarat

નડિયાદ પાસે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાતાં બે નાં મોત

ProudOfGujarat

ભરૂચ : જૈન સોશ્યલ ગૃપ દ્વારા બહેનો માટે સ્કીલ બેઝ ટ્રેનીંગ વર્ગોનું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!