Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર નગરપાલિકા તંત્ર દ્વારા પથારાવાળાઓને જગ્યા ફાળવવામાં આવી.

Share

અંકલેશ્વરના મુખ્ય પ્રવેશદ્વાર એવા ત્રણ રસ્તા વિસ્તારમાં જ શાક માર્કેટ અને ખાસ તો રોડ પર બેસી જતા પથારાવાળાને કારણે ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ હતી જેનું નિરાકરણ નગરપાલિકા તંત્ર દ્વારા લાવવામાં આવ્યું છે.

અંકલેશ્વર ત્રણ રસ્તા વિસ્તારમાં શાકમાર્કેટની બહાર પણ પથારાવાળા વર્ષોથી બેઠા હતા જેને કારણે આ વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા વર્ષોથી લોકોને નડી રહી હતી. નગરપાલિકા પ્રમુખે પથારાવાળાને સમજાવટથી અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું છે. પાલિકા તંત્ર દ્વારા માર્કેટની બાજુમાં તમામ પથારાવાળાઓને જગ્યા આપી દેવામાં આવી છે. પાલિકા તંત્ર દ્વારા આ અંગે લેવાયેલા પગલાંને તમામ પથારાવાળા ભાઈઓ અને બહેનોએ પણ સહકાર આપ્યો છે.

આ અંગે પાલિકા પ્રમુખ વિનય વસાવાએ જણાવ્યું હતું કે વર્ષો જૂની ટ્રાફિક સમસ્યાને લઈને આ પ્રકારનો નિર્ણય લેવાયો છે અને શાકભાજી પર ગુજરાન ચલાવતી બહેનોને તકલીફ ના પડે અને નુકસાન ન થાય એ રીતે માર્કેટની બાજુમાં તમામ પથારાવાળાઓને જગ્યા આપી દેવામાં આવી છે. આ નિર્ણયને તમામે આવકાર્યો છે. હવે ટ્રાફિકની સમસ્યા ત્રણ રસ્તા વિસ્તારમાં નહીં રહે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર માઁ શારદા ભવન ટાઉનહોલ ખાતે રૂપાણી સરકારના ૫ વર્ષ પૂર્ણ થવાના ભાગરૂપે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વર : જાડી ચામડીના ઉદ્યોગપતિઓ દ્વારા આમલાખાડીમાં દૂષિત પાણી છોડવાની પ્રક્રિયા યથાવત : જીપીસીબી ના મેમ્બર સેક્રેટરી પર્યાવરણને થતા નુકશાનને રોકવામાં નિષ્ફળ.

ProudOfGujarat

ભારતીય મૂળના સુલેમાનભાઈની યુ.કે.ના બ્લેકબનમા મેયર તરીકે પસંદગી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!