Proud of Gujarat
FeaturedGujaratINDIA

પોલીસને ચકરાવે ચઢાવે તેવી રહસ્યોની માયાજાળ : અમરતપુરા ગામે ધડ માથા વગરનો મૃતદેહ મળી આવ્યા બાદ બીજી જગ્યા પરથી શરીરના બીજા ભાગોની બેગ મળી.

Share

અંકલેશ્વર તાલુકાના અમરતપુરા ગામની સીમમાંથી એક ધડ માથા વગરનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. સ્થાનિકોએ પોલીસને જાણ કરતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ મૃતદેહ કોઈ રિક્ષા ચાલક પ્લાસ્ટીકની બેગમાં મૃતદેહ નાંખી ગયો હોવાનું જાણકારી મળી રહી છે.

પોલીસ તપાસ પૂરજોરમાં શરૂ કરી દેવામાં આવી હતી માથા અને ધડ વગરના મૃતદેહે મોટું રહસ્યની ઊભું કર્યું હતું તે દરમિયાન પોલીસ તપાસ કરી રહ્યા હતા તે સમય દરમિયાન અંકલેશ્વરના સારંગપુર ખાતે આવેલ રેલવે ફાટક પાસે શરીરના બીજા અંગોની બેગ મળી આવી હતી. જે અંગે પોલીસે વધુ તપાસ હાથધરી છે.

અંકલેશ્વર તાલુકાના અમરતપુરા ગામની સીમમાં ગઇકાલે પ્લાસ્ટીકની બેગમાં કાપેલા હાથ અને પગ મળી આવ્યા હતા. ધડ માથા વગરના મૃતદેહ અંગે સ્થાનિક રહીશોએ અંકલેશ્વર શહેર પોલીસને જાણ કરી હતી જેના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સવારના 11 વાગ્યાના અરસામાં રાહૂલ વસાવાએ રિક્ષામાં આવેલી બે મહિલાઓ સહિત ત્રણ જણાને માનવ શરીરના ટુકડાં ભરેલી બેગો ફેંકતાં જોયાં હતાં.

જેના પગલે પોલીસે તે રોડ પર આવેલાં સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવવાની કવાયત હાથ ધરી છે. જેથી કે રિક્ષાનો નંબર મળે તો તેના આધારે આરોપીઓના સગડ મળી શકે. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર કોઈ એક રિક્ષા ચાલક આ પ્લાસ્ટીકની બેગ અહી ફેંકી ગયો હતો જેમાંથી આ મૃતદેહ નીકળ્યો હતો. કોઈ ઇસમો દ્વારા ક્રુરતા પૂર્વક આ અજાણ્યા વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી હતી અને તેના અંગો કાપીને ફેંકી દેવાયા હતા. હાલ તો પોલીસે મૃતદેહનો કબજો મેળવ્યો છે.

Advertisement

Share

Related posts

પંચમહાલ ચાઈલ્ડ લાઈન દ્વારા બાળકનું માતા સાથે મિલન.

ProudOfGujarat

અમદાવાદ – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં U20 મેયોરલ સમિટનું ઉદ્ઘાટન કરાયું

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના વાગરાના દેરોલ ગામ નજીક રીક્ષા અને ટેમ્પો વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા રીક્ષામાં સવાર એક વ્યક્તિનું મોત તેમજ 2 વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!