Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : અમન માર્કેટ-૨ માં પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ..!!

Share

આજરોજ વહેલી સવારે અંકલેશ્વરના નેશનલ હાઇવે ૪૮ પર આવેલ અમન માર્કેટ -૨ માં આવેલ પ્લાસ્ટિકના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભારે દોડધામ મચી હતી, રેલવે ટ્રેકની બાજુ માં જ આવેલા ગોડાઉનમાં આગ અને તેના ધુમાડાના પગલે ટ્રેક પરથી પસાર થતી ટ્રેનોને પણ ધુમાડાની અસર થઈ હતી.

જોકે ઘટના અંગેની જાણ અંકલેશ્વર DPMC અને નગરપાલિકાના ફાયર વિભાગને થતા ૫ થી વધુ ફાયર ટેન્ડરોએ સ્થળ પર દોડી જઈ આગ પર પાણીનો મારો ચલાવી તેને ગણતરીના સમયમાં કાબુમાં લેતા ઉપસ્થિત લોકોએ હાશકારો અનુભવ્યો હતો, તો બીજી તરફ ઘટનાની જાણ થતાં અંકલેશ્વર પોલીસ અને GPCB ની ટિમોએ પણ સ્થળ પર પહોંચી મામલા અંગેની વધુ તપાસ હાથધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતને જોડતી રેલવે લાઇનની નજીકમાં જ અંસાર માર્કેટ અને અમન માર્કેટ આવેલું છે. જ્યાં અવારનવાર આગ લાગવની ઘટનાઓ બનતી હોય રેલવે લાઇન પરથી પસાર થતી ટ્રેનો ઉપર પણ તેની અસર વર્તાતી હોય છે ત્યારે આ પ્રકારના ગોડાઉનો અંગે તંત્રએ ચોક્કસાઈથી તપાસ હાથધરી જો ગોડાઉનો ગેરકાયદેસર હોય તો તેઓની સામે પગલાં ભરવાની તૈયારીઓ કરવી જોઇએ તેમ જાગૃત નાગરિકોમાં આ ઘટનાઓ ચર્ચાનું કેન્દ્ર બની છે.

Advertisement

હારુન પટેલ : ભરૂચ


Share

Related posts

ભરૂચ નગરપાલિકા નજીકનાં ડ્રીમલેન્ડ પ્લાઝાનું શોપિંગ જર્જરિત થતાં ઉતારવાની કામગીરી કરાઇ…

ProudOfGujarat

આણંદના ભાદરણ ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો.

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રોજેક્શન મેપિંગ શો અને નર્મદા મહા આરતીના સમયમાં ફેરફાર કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!