Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : જીઆઇડીસી ની ખાનગી કંપનીમાં તસ્કરો ત્રાટકયા, લાખોની ચોરીને અપાયો અંજામ,પોલીસે વધુ તપાસ હાથધરી.

Share

ભરૂચ જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ અંકલેશ્વર ખાતેથી ચોરીઓ અંગેની એક બાદ એક બુમો ઉઠી રહી છે, થોડા દિવસો અગાઉ એક મકાન માંથી લાખોની મત્તા ઉપર તસ્કરોએ હાથફેરો કર્યો હો તો હવે ઉધોગો પણ અ સલામત હોય તેવી એક ઘટના સામે આવી છે, જ્યાં એક કંપનીમાં તસ્કરોએ ત્રાટકી લાખોની મત્તા ઉપર હાથફેરો કરી પલાયન થતા ચકચાર મચ્યો છે.

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ વૈષ્ણવ ડીસીન્ગ એન્જીયરીંગ કંપનીમાં તસ્કરોએ ત્રાટકી અંદર રહેલા માલ સામાન સહિત કુલ પોણા બે લાખ ઉપરાંતની મત્તા ઉપર હાથફેરો કરી પલાયન થઇ જતા મામલે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસે સમગ્ર ઘટના અંગે ગુનો દાખલ કરી કાયદેસરની સીસીટીવી ફૂટેજની મદદથી કાયદેસરની કાર્યવાહી હાથધરી અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવા માટેના ચક્રોગતિમાન કર્યા છે.

હારુન પટેલ

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લામાં શ્વેતા તેવતિયાએ કલેકટરનો ચાર્જ સંભાળ્યો.

ProudOfGujarat

ભરૂચ : પોલીસ કર્મચારીએ રહસ્યમય સંજોગોમાં આત્મહત્યા કરી.

ProudOfGujarat

પંચમહાલ જીલ્લામાં હોમિયોપેથીક ડોકટર્સ એસોસિએશન દ્વારા આરસેનિક આલ્બ-૩૦ ની ૧.૫૦ લાખ બોટલ્સનું વિતરણ કરાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!