Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની હેમાની ઇન્ડસ્ટ્રીઝમાં વહેલી સવારે રીએક્ટરમાં ટેમ્પરેચર વધી જતા ધડાકા સાથે આગ ફાટી નીકળતા એક કામદારનું મોત થયું હતું ત્યારે પાંચ કામદારો દાઝી જતા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

Share

અંકલેશ્વરમાં ઉનાળા દરમિયાન જલદ કેમિકલનાં સ્ટોરેજ કરતી કંપનીઓમાં આગ લાગવાની ઘટના ઘટતી હોય છે. ત્યારે આજે અંકલેશ્વર જીઆઇડીસી હેમાની ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન રીએક્ટરમાં પ્રેશર વધી જતાં ધડાકા સાથે આગ ફાટી નીકળતા કંપનીના પ્લાન્ટમાં કામ કરતાં કામદારો પૈકી એક કામદારનું શરીરે દાઝી જવાથી મોત નીપજ્યું હતું. જ્યારે પાંચ જેટલા કામદારો શરીરે સખત રીતે દાઝી ગયા હતા.જ્યારે આ ઘટનાની જાણ થતાં જ બીપીએમસીનાં ફાયર ફાયટરો ઘટનાસ્થળે દોડી ગયા હતા. લગભગ બે કલાકનાં પાણીના મારા બાદ આગ કાબુમાં આવી હતી. જોકે આ ઘટનાની જાણ થતાં ફેક્ટરી ઇન્સ્પેક્ટર સહિત જિલ્લા પોલીસ વડા ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ઘટના અંગે નિરીક્ષણ કરી ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

રાજપીપલાનાં સેવાભાવી પત્રકાર લેખક દીપક જગતાપે આજે તેમનો 60 મો જન્મ દિવસ “સેવા દિવસ” તરીકે ઉજવ્યો.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકામાં એક ગેસ એજન્સી દ્વારા જબરજસ્તી ઓનલાઇન પેમેન્ટની માંગ બાબતે જનતામાં રોષ.

ProudOfGujarat

વડોદરા : એન.આર. સી બિલના વિરોધમાં બે વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!