Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ખોડલધામ સમિતિ દ્વારા પાંચમા લાપસી મહોત્સવની ઉજવણી કરાઈ

Share

ભક્તિ દ્વારા એકતાની શક્તિને પ્રસ્થાપિત કરનાર સંસ્થા ખોડલધામ ટ્રસ્ટ એ સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનું કાર્ય કરે છે. ટ્રસ્ટ દ્વારા રાજ્યભરમાં જિલ્લા અને તાલુકા સમિતિઓ, વિધાર્થી સમિતિઓ તેમજ મહિલા સમિતિઓ બનાવી વિવિધ ધાર્મિક કાર્યક્રમો તેમજ લોક સેવાના કાર્યો કરવામાં આવે છે્. ભરૂચ જિલ્લામાં ખોડલધામ સમિતિ અંકલેશ્વર દ્વારા આજરોજ પાંચમો લાપસી મહોત્સવ સરદાર પટેલ સમાજવાડી જીઆઇડીસી અંકલેશ્વર ખાતે ઉજવવામાં આવ્યો હતો.

આ અંગે અંકલેશ્વર ખોડલધામ સમિતિના કન્વીનર દેવેનભાઈ સાવલિયાએ જણાવ્યું હતું કે આ લાપસી મહોત્સવમાં ૧૧ કુંડી દિવ્ય યજ્ઞ, મહાપ્રસાદી, મહા આરતી તેમજ લોક ડાયરાના આયોજન કરવામાં આવ્યા હતા. આ લાપસી મહોત્સવના પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ખોડલધામ સંગઠન કાર્યના પ્રભારી ગોપાલ ભાઇ રૂપાપરા, ટ્રસ્ટી પ્રવિણભાઈ પટેલ, પ્રવક્તા હસમુખભાઈ લુણાગરીયા હિંમતભાઈ સોજીત્રા તેમજ ભરૂચ જિલ્લાના ટ્રસ્ટીઓ હિંમતભાઈ શેલડીયા, ભુપતભાઈ રામોલિયા, મનસુખભાઈ રાદડિયા, ભરતભાઈ પટેલ અને પંકજભાઈ ભુવા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિના કન્વીનર, સહ કન્વીનર તથા ખોડલધામ વિદ્યાર્થી સમિતિ ભરૂચના કન્વીનર અને સહ કન્વીનરો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ભરૂચ જિલ્લાના તમામ લેઉવા પાટીદાર સમાજના આગેવાનો તથા પરિવારો ઉપસ્થિત રહી દિવ્ય યજ્ઞ, મહાઆરતી તેમજ લોક ડાયરાનો લાભ લીધો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર પંચાટી બજાર સ્થિત રાધા વલ્લભ મંદિર ખાતે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં સરકારી વાઘપુરા ગામની સીમમાં મૃત હાલતમાં દીપડો મળ્યો.

ProudOfGujarat

ઉમરપાડાના કેવડી ગામે સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કનુ ગ્રાહક સંમેલન યોજાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!