Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ને.હા 48 પર નર્મદા ગેટ હોટેલ પાસે ડમ્પર અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, એકનું મોત

Share

ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે અકસ્માતના બનાવોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, જિલ્લામાં રોજ મ રોજ બનતા અકસ્માતમાં કેટલાય લોકો સારવાર લેવા મજબુર બનતા હોય છે તો કેટલાક લોકો મોતને ભેટી રહ્યા છે, ખાસ કરી જિલ્લાના હાઇવે વિસ્તારમાં અકસ્માતોનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે.

અંકલેશ્વર નેશનલ હાઇવે 48 ઉપર નર્મદા ગેટ હોટલ પાસે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જ્યાં કારના ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું, અકસ્માતના પગલે એક સમયે હાઇવે ઉપર ટ્રાફિક જામની સ્થિતિ નિર્માણ થયું હતું.

Advertisement

ઘટના અંગેની જાણ અંકલેશ્વર પોલીસ મથકે થતા પોલીસના કર્મીઓએ તાત્કાલિક સ્થળ ઉપર દોડી જઈ ટ્રાફિક હળવો કરાવ્યો હતો સાથે જ મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલે વધુ તપાસ હાથધરી હતી.


Share

Related posts

સુરતના પાંડેસરા ખાતે મકાનમાં વાયરિંગ કરવા ગયેલા યુવકને માર મારવામાં આવ્યો અને પોલીસને સોંપતા તેને એક પોલીસવાળાએ માર મારતા યુવાને સિવિલ હૉસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના ખરચી ગામે માતાએ ઠપકો આપતા પુત્રીએ ઝેર પી લેતા મોત.

ProudOfGujarat

*હાંસોટ ખાતે “એલ.પી.જી. પંચાયત” ની ઉજવણી માં “પ્રધાન મંત્રી ઉજ્જ્વલા દિવસ ” તરીકે ઉજવવામાં આવ્યો* *

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!