Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : અંકલેશ્વર માર્ગ પર ડમ્પર અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત અન્ય એક ઘાયલ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો..!!

Share

આજરોજ વહેલી સવારે ભરૂચ, અંકલેશ્વર માર્ગ ઉપર એક ખાનગી શાળા નજીક ડમ્પર અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, અકસ્માતનાં આ બનાવમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું તેમજ અન્ય એક વ્યક્તિ ઘાયલ થતા તેને સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ડમ્પર અને રીક્ષા વચ્ચે સર્જાયેલ આ અકસ્માત એટલો ભયંકર હતું કે એક કી.મી સુધીના માર્ગ ઉપર ડમ્પર ચાલક રીક્ષાને ઘસેડીને લઈ ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે, ડમ્પરનાં આગળનાં બોનેટની નીચેનાં ભાગે આખે આખી રિક્ષાના ફુરચા નીકળી ગયા હતા.

હાલ મામલે અંકલેશ્વર શહેર પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ અકસ્માત ક્યાં કારણોસર સર્જાયો હતો તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે..!!

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં પરિણીતાનો સાસરિયા સામે દહેજ અને ત્રાસનો આક્ષેપ : પતિ સહિત ચાર સામે મહિલા પોલીસમાં ફરિયાદ, રૂ.8.41 લાખ આપ્યાનો ઉલ્લેખ

ProudOfGujarat

અંકલેશ્વર શહેર ખાતે અગ્રવાલ સમાજ દ્વારા સદભાવના રથનું ભવ્ય સ્વાગત કરાયું.

ProudOfGujarat

ગણેશ સુગરના ચેરમેન સંદિપ માંગરોલાની રજૂઆતના પગલે આદિવાસી વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!