Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેર પોલીસે ગરીબોને ધાબળાનું વિતરીત કર્યું.

Share

ઠંડીનું જોર વધતા આ પરિસ્થિતિમાં ખાસ કરીને ગરીબો તથા શ્રમિક વર્ગ ભારે કફોડી હાલતમાં મુકાઇ જતા હોય છે. હાલ ભરૂચ જિલ્લામાં હાર્ડ થીજાવતી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે ઠંડીને પગલે લોકો વહેલી સવારે અને રાતે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે ત્યારે અંકલેશ્વર શહેર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર ઓ.પી.શિશોધ્યા,પીએસઆઇ જે.પી.ચૌહાણ અને સ્ટાફ દ્વારા સેવાભાવી કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ કર્મચારીએ ઠંડીથી બચવા પ્રતિન ચોકી વિસ્તારમાં ઠંડીજરૂરિયાતમંદ લોકોને ધાબળાનું વિતરણ કરાયું હતું.આ ધાબળા વિતરણ કાર્યક્રમમાં પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. આ કડકડકતી ઠંડીમાં શહેરના કેટલાક બાહય વિસ્તારોમાં નાના અને કાચા, પાકા ઝૂંપડામાં રહેતા જરૂરીયાતમંદ પરીવારના લોકોને ઠંડી સામે રક્ષણ મળે તે માટે અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા સૌ પ્રથમ વખત પ્રેરણાદાયી પગલું લેવામાં આવ્યું હતું.જેમાં અંકલેશ્વર શહેર પોલીસ મથકના સ્ટાફે રાત્રીના સમયે ખાસ વાહનમાં જઇ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં રહેતા અને ઠંડીથી હાલાકીમા મુકાઇ ગયેલા લોકોને પોતાના હાથે ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.પોલીસની માનવતાલક્ષી સેવા પ્રવૃતિ ભારે આવકારદાયક તથા પ્રેરણાદાયી બની રહી છે.

Advertisement

Share

Related posts

બાયો ડીઝલ પ્રવાહી આરોપી સહિત ઝડપી પાડતી એસ.ઓ.જી. પોલીસ

ProudOfGujarat

ચીની સૈનિકોએ ધુષણખોરી કરીને દગાથી હુમલો કરવાથી ભારતીય 20 સૈનિકો શહિદ થવા બદલ ભરૂચનાં હાંસોટ તાલુકાનાં સજોદ ગામનાં યુવાને ચાઈનાની કંપનીનો મોબાઈલ ફોન તોડી નાંખીને ચાઈનાનાં સામાનનો બહિષ્કાર કરવાનો વિડીયો વાઇરલ થયો હતો.

ProudOfGujarat

અમદાવાદમાં મણિનગરમાંથી મળ્યો માતા-પુત્રીનો મૃતદેહ, હત્યાની આશંકા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!