દિનેશભાઇ અડવાણી

ભરૂચ નજીક આવેલ કુકરવાડા રોડ પર સ્થિત જુવેનાઈલ હોમ ફોર બોયઝ સંસ્થાના ક્વાટર્સ માંથી ૨ બાળકો વહેલી સવારના સમયે ગુમ થયા હોવાની ઘટના બની હતી.જે અંગે સંસ્થાના કર્તા-હર્તાઓએ ચારે તરફ જાહેર સ્થાનકોએ તપાસ કરવા છતાં બાળકો ન મળી આવતા છેવટે ભરૂચ રૂરલ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી .ફરિયાદમાં જણાવ્યા મુજબ જુવેનાઈલ હોમ ફોર બોયઝમાં રહેતા અક્ષય મનોજભાઈ વસાવા ઉમર વર્ષ ૧૩ અને ગણેશ અજયભાઇ વસાવા ઉમર વર્ષ ૧૨ ને તારીખ ૨૦-૩-૧૯ થી સંસ્થામાં મુકવામાં આવ્યા હતા.તેમને રહેવા માટે રૂમની સગવડ આપવામાં આવી હતી. જ્યાં અન્ય બાળકો સાથે તેઓ રહેતા હતા તેવામાં આજે સવારે સંસ્થાના વોચમેન ચંપક પહાડસંગ વસાવાએ જણાવ્યું હતું કે અક્ષય અને ગણેશ સવારના ૪ થી ૫ વાગ્યાના અરસામાં ગુમ થયેલ છે .આ અંગે ભરૂચ રેલવે સ્ટેશન અને રેલવે સ્ટેશન નજીક આવેલ ઝૂંપડપટ્ટીમાં શોધખોળ કરતાં ગણેશ વસાવા અને અક્ષય વસાવા મળી આવેલ નથી.ગણેશ વસાવાએ સફેદ ઉભી લાઈન વાળો શર્ટ તથા આછા ખાખી કલરનું પેન્ટ પહેરેલ છે .જયારે અક્ષય વસાવાએ લાલ અને સફેદ કલરનો ચેક શર્ટ તથા આછા બ્લેક કલરનું પેન્ટ પહેરેલ છે .આ અંગે ભરૂચ રૂરલ પોલીસ તપાસ કરી રહી છે.

LEAVE A REPLY