Proud of Gujarat
FeaturedGujarat

નારી સંરક્ષણ કેન્દ્ર ભરૂચ ખાતે શુભપ્રસંગ યોજાયો.મહાનુભવોએ હાજરી આપી …

Share

દિનેશભાઇ અડવાણી

ચૈત્ર મહિનાના શુભ મુહર્તમાં લગ્ન પ્રસંગો યોજાય રહ્યા છે ત્યારે નારી કેન્દ્ર ભરૂચ ખાતે પણ અનોખો પ્રસંગ યોજાયો હતો.માં-બાપની સદાય હૂંફ અને પ્રેમ જંખતી એવી મુન્નીને સદાય નારી કેન્દ્ર તરફથી પ્રેમ સાંપડી રહ્યો છે ત્યારે આજરોજ તારીખ ૨૬-૦૪-૧૯ના રોજ મુન્નીને નારી કેન્દ્રના તમામ સભ્યો અને મહાનુભવોએ શ્રધ્ધાભેર વિદાય આપી હતી.જી હા …તારીખ ૨૬-૦૪-૧૯ ના શુક્રવારના શુભદિને નારી સંરક્ષણ કેન્દ્ર ભરૂચના કેમ્પસમાં આજે નારી કેન્દ્રની પુત્રી એવી મુન્નીના લગ્ન સુરત નિવાસી નરેન્દ્રકુમાર અશ્વિનભાઈ કોટેચા સાથે નિર્ધાર્યા હતા .ગુજરાત પ્રજાપતિ મહિલા સંગઠન કમિટીના સ્થાપક જયાબેન દલવાડી, પ્રમુખ નીનાબેન દલવાડી તેમજ આગેવાન અલ્પાબેન અને અન્ય મહિલાઓએ મુન્નીને તેના લગ્ન તથા વિદાય આપી હતી.આ પ્રસંગે ભાવના સભર દ્રસ્યો સર્જાયા હતા.આ શુભ પ્રસંગે નવદપંતીને આશીર્વાદ આપવા જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા આંગ્રે,ભરૂચ જિલ્લા કલેક્ટર રવિ અરોરા,એચ.જી.મન્સૂરી જિલ્લા મહિલા અને બાળવિકાસ અધિકારી,દર્શનાબેન ભટ્ટ અધિક્ષક નારી સંરક્ષણ કેન્દ્ર ભરૂચ ,આર.એમ.જીંજાળા જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી ભરૂચ વગેરે મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement


Share

Related posts

ભરૂચ નર્મદા ટોલટેક્ષ પર અજાણ્યા શખ્સે મારામારી કરી.

ProudOfGujarat

માંગરોલના મોસાલી ગામે બિરસા મુંડા પ્રતીમાનું અનાવરણ કરાશે

ProudOfGujarat

નેત્રંગ ખાતે સ્પેશિયલ ઑપરેશન ગ્રુપના દરોડા, 11 કિલો ઉપરાંતના ગાંજાના જથ્થા સાથે એક ઈસમની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!