Proud of Gujarat
FeaturedGujaratINDIAWorld

આજરોજ વિશ્વ મજુર દિનની ઉજવણી કરવામાં આવી.ભરૂચ જિલ્લામાં ઠેર-ઠેર કાર્યક્રમો યોજાયા.

Share

દિનેશભાઇ અડવાણી

આજરોજ સમગ્ર વિશ્વમાં ૧લી મેં ના દિવસે વિશ્વ મજુર દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.જેના અનુસંધાને ભરૂચ જિલ્લામાં ભરૂચ,અંકલેશ્વર,ઝઘડિયા,દહેજ,વિલાયત વગેરે GIDCની કંપનીઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.આવો જ એક કાર્યક્રમ શ્રમિક કામદાર કલ્યાણ સંઘ ના ઉપક્રમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે યોજાયો હતો .જેમાં ભરૂચ જિલ્લાની GIDCની વિવિધ કંપનીઓના કર્મચારી યુનિયનના પ્રતિનિધિઓ અને કામદારો ઉપસ્થિત રહ્યા હતા.કામદાર જાગૃતિ સેમિનારનું ઉટઘાટન દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યું હતું.જે પ્રસંગે કામદાર આગેવાન અને એડવોકેટ ડી.સી.સોલંકી અને અન્ય કામદાર નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે કામદાર આગેવાનોએ કામદાર હિત અંગેના કાયદાઓની વિસ્તૃત માહિતી આપી હતી.કામદાર આગેવાન ડી.સી.સોલંકીએ જણાવ્યું હતું કે કામદારોનું હિત કામદાર એકતામાં સમાયેલું છે.આ સેમિનારમાં ખુબ મોટી સંખ્યામાં કામદારો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement


Share

Related posts

ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે જુગાર રમતા ત્રણ ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

વડોદરા તાલુકા કોંગ્રેસ સમિતી દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલ વ્યક્તિનાં પરિવારને રૂ. 4 લાખનું વળતર મળે તે માંગ સાથે આવેદન આપ્યું.

ProudOfGujarat

2017 में पूरी हुई सलमान की ३०० करोड़ की हैट्रिक

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!