Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લા ના જંબુસર ખાતે ના પીલુદ્રા ગામે ચાર વર્ષ ના બાળક સાથે સૃસ્ટી વિરુધ્ધ દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારનારને દેહાત દંડ (ફાંસી)ની સજાનો હુકમ ભરૂચ પોકસો કોર્ટે કરતા સનસનાટી વ્યાપી જવા પામી હતી….

Share

    પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ ૨૦૧૬ માં જંબુસર તાલુકા ના પીલુદ્રા ગામે રહેતા આરોપી શંભુભાઈ રાયસંગ ભાઈ પઢીયાર નાએ ચાર વર્ષ નું બાળક પોતાના ઘર પાસે રમતો હતો ત્યાંથી તેને આઈસ્ક્રીમ ખવડાવવાના બહાને ગામ તળાવ પાસે આવેલ પીરની દરગાહ પાછળ બાવળની ઝાડીઓમાં લઇ ગયેલ અને ત્યાં તેની સાથે સૃષ્ટી વિરુદ્ધ દુષ્કર્મ આચરી ગળું દબાવી કુરતા પૂર્વક હત્યા કરી હતી……
જે બનાવ બાબત ની ફરિયાદ વેડચ પોલીસ સ્ટેશન માં નોંધાતા વેડચ પોલીસે આરોપી વિરુદ્ધ ઈ.પી.કો.કલમ ૩૦૨ તથા બાળકો ને જાતીય સતામણી થી રક્ષણ આપતા કાયદા ની કલમ ૪ અને ૬ મુજબ નો ગુનો નોંધી આરોપી વિરુધ્ધ ચાર્જશીટ તૈયાર કરી કેસ ભરૂચ ના એડિશનલ સેશન્સ જજ સાહેબ એચ એ દવે સાહેબ ની કોર્ટ માં ચાલવા માટે આવ્યો હતો …….જેમાં સરકાર તરફે મદદનીશ જીલ્લા સરકારી વકીલ આર જે દેસાઈ નાએ હાજર થઈ સદરહુ કેસ ચલાવેલ જેમાં મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવાને આધારે અંતે સરકારી વકીલ આર જે દેસાઈ નાઓની દલીલો ગ્રાહ રાખવામાં આવેલ અને સ્પેશીયલ પોકસો જજ એચ  એ દવે સાહેબ દ્વારા આરોપી શભું ભાઈ રાયસંગ ભાઈ પઢીયાર રહેવાસી પીલુદ્રા જંબુસર નાઓને તકસીરવાર ઠેરવી ભારતીય દંડ સહીત ની કલમ ૩૦૨ હેઠળ દેહાત દંડ યાને ફાંસીની સજા તથા દંડ સહીત ની કલમ ૩૬૪ હેઠળ ૧૦ વર્ષની સજા અને રૂપિયા ૧૦ હજાર દંડ અને દંડ ના ભરે તો વધુ ૧ માસ ની કેદ ની સજા ભોગવ્વા નો હુકમ તેમજ બાળકો ને જાતીય હિંસા માંથી રક્ષણ આપતા કાયદાની કલમ ૬ હેઠળ આજીવન કેદ ની સજા તથા રૂપિયા ૧૦ હજાર નો દંડ અને દંડ ના ભરે તો વધુ એક માસ ની કેદ ની સજા ભોગવવા નો હુકમ આજ રોજ કરતા સનસનાટી મચી જવા પામી હતી………

Share

Related posts

પંચમહાલની ગ્રાન્ટેડ કોલેજોમાં ફરજ બજાવતા સહાયક અધ્યાપકો દ્વારા ધારાસભ્યને લેખિત આવેદન આપ્યુ.જાણો કેમ?

ProudOfGujarat

ભરૂચમાં નવલખા તથા ઘી કુડીયા મંડળો દ્વારા જન્માષ્ટમીની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ભરૂચ : અંકલેશ્વર માર્ગ પર ડમ્પર અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત અન્ય એક ઘાયલ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!