Proud of Gujarat
FeaturedGujaratHealthINDIAWorld

ભરૂચ:જિલ્લાકક્ષાના વિશ્વ યોગ દિનની ઉજવણી જી.એન.એફ.સી. ટાઉનશીપ ખાતે કરવામાં આવી હતી.

Share

દિનેશભાઇ અડવાણી

આજે ૨૧ મી જૂન વિશ્વ યોગ દિનની ઉજવણી ભરૂચ જી.એન.એફ.સી. ટાઉનશીપ ખાતે ભવ્યાતિભવ્ય. રીતે કરવામાં આવી હતી. વહેલી સવારથી જી.એન.એફ.સી. ખાતે મહાનુભાવો સહિત બાળકો અને પ્રબુધ્ધ નાગરિકોએ પ્રવેશ મેળવ્યો હતો અને સંગીતના તાલે યોગામાં ભાગ લીધો હતો.

Advertisement

આ વિશ્વ યોગ દિનની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જી.એન.એફ.સી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં યોગ સમિતિના અધ્યક્ષ અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રાસિંહ ચૂડાસમા, સહકાર વિભાગના રાજ્ય મંત્રી ઇશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઇ પટેલ,વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, પૂર્વમંત્રી છત્રસિંહ મોરી, પ્રભારી સચિવ શાહમીના હુસેન, જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરા, જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા આગ્રે, જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રાસિંહ ચૂડાસમા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભારતમાં સૌપ્રથમવાર યોગા ફોર કિક્રેટ, ક્રિકેટ માટે યોગના કોર્ષનો શુભારંભ ભરૂચ ખાતે મંત્રીઓના હસ્તે કરવામાં આવ્યો હતો.

પ્રારંભે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રમસિંહ ચૂડાસમાએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે ભારતની પૌરાણિક પરંપરા યોગને સમગ્ર વિશ્વમાં ધર્મ, સરહદો અને મતભેદોના બાધ વિના આજનો દિવસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાઇ રહ્યો છે. જેનો યશ ગુજરાતના પનોતાપૂત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને જાય છે.યોગ એ તો ભારતની દેન છે અને સમગ્ર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે તેમ જણાવતા મંત્રી ચૂડાસમાએ ઉમેર્યું હતું કે વિશ્વ યોગ દિવસની ઉજવણીની પાંચમી કડીમાં ગુજરાતમાં જનઉત્સા્હ અને ઉમંગ સાથે ૫૦ હજારથી વધુ સ્થાનોએ સામુહિક યોગ ક્રિયા આજે હાથ ધરાઇ છે અને ગુજરાતમાં ૧ કરોડ ૫૧ લાખથી વધુ નાગરિકોને સામુહિક યોગાભ્યા‍સમાં સાંકળી લેવાનું આયોજન પણ હાથ ધર્યું છે. તેમણે આ વર્ષના વિશ્વ યોગ દિવસની ઉજવણીની વિશેષતા વર્ણવતા જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિની પ્રાચીન ધરોહર સમા યોગને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇના સફળ પ્રયાસોથી વૈશ્વિક સ્વી‍કૃતિ મળી છે.તેને હવે રાજયના પ્રવાસન – યાત્રાધામો અને ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થાાનો સાથે જોડીને યોગ સહ પ્રવાસનને વેગ આપવાનો નવતર અભિગમને ગુજરાતે અપનાવ્યો છે.આ સંદર્ભમાં રાજયનાં વિવિધ ઐતિહાસિક, ધાર્મિક સ્થળો, અને વ્યકિત વિશેષોના જન્મસ્થળોએ આવા ૧૫૦ થી વધુ સ્થુળોએ સામૂહિક યોગ ક્રિયા આજે હાથ ધરાઇ છે. આ ઉપરાંત સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયા ખાતે સાધુસંતો,મહંતો પણ સામુહિક સાંધ્યી યોગ અભ્યાસમાં જોડાશે.

યોગમાં એ તાકાત છે કે વ્યકિતના શરીરમાં કોઇ પણ રોગ થતો અટકાવે છે. તેમ જણાવતા મંત્રીશ્રીએ યોગ સાધનાથી હદયરોગની બિમારીઓ પણ દૂર થઇ શકે તે અંગેની જનજાગૃતિ માટે આ વર્ષે પાંચમાં વિશ્વ યોગ દિવસની થીમ યોગ ફોર હાર્ટ કેર રાખવામાં આવી હોવાનું પણ જણાવ્યું હતું. વ્યક્તિઓના સર્વાંગી વિકાસ માટે યોગ અત્યંત ઉપયોગી છે તેમ જણાવી જિલ્લાની વહીવટી પાંખને આજના આ સુંદર આયોજન કરવા બદલ મંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા.મંત્રીશ્રીએ યુવા દિશા કેન્દ્ર- ગાંધીનગર અને સંજીવની યોગ સ્ટુડીઓ- મુંબઇના યોગ નિષ્ણાંતો ધ્વારા ભારતમાં સૌ પ્રથમવાર યોગા ફોર ક્રિકેટ માટે યોગના કોર્ષનો શુભારંભ ભરૂચ ખાતેથી કરવામાં આવશે જે કાર્યને બિરદાવ્યુંવ હતું.

યોગની શરૂઆત પૂર્વે માન.વડાપ્રધાનનો પ્રેરણાદાયી સંબોધન સંદેશનું પ્રસારણ સૌએ નિહાળયું હતું અને હળવી કસરત સાથે મહાનુભાવો સહિત બાળકો અને પ્રબુધ્ધ નાગરિકો, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ, યોગ પ્રેમીઓએ સંગીતના તાલે યોગનું પ્રદર્શન રજૂ ર્ક્યુ હતું.જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરાના માર્ગદર્શન મુજબ સમગ્ર વહીવટી ટીમ ધ્વારા ભરૂચ જિલ્લા કક્ષાનો યોગાનો કાર્યક્રમમાં એક અદભૂત અને નયનરમ્ય્ વાતાવરણ જોવા મળ્યું હતું.શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રીસિંહ ચૂડાસમા, રાજ્યકક્ષાના સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય‍ દુષ્યંતભાઇ પટેલ, વાગરાના ધારાસભ્ય‍ અરૂણસિંહ રણા, પૂર્વ મંત્રી છત્રસિંહ મોરી,નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાલા,પ્રભારી સચિવ શાહમીના હુસેન, જિલ્લા કલેક્ટરર રવિકુમાર અરોરા, જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા આગ્રે, જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રલસિંહ ચૂડાસમા, આગેવાન પદાધિકારીઓ, રાષ્ટ્રીય સ્વયંમસેવક સંઘની યુવા ટીમ સહિત અગ્રણી-પદાધિકારીઓ, મહાનુભાવો, અધિકારીઓ, વિવિધ સંસ્થાઓના કાર્યકર્તાઓ, મુકબધીર શાળાના દિવ્યાંંગ બાળકો જેમાં પતંજલી યોગ, બ્રહ્માકુમારી સંસ્થાા, આર્ટ ઓફ લીવીંગ સંસ્થાઓ સહિત અનેક મંડળો, આશ્રમો, રોટરી કલબ, કલા મંડળો, સખીમંડળો, શૈક્ષણિક સંસ્થા્ઓ, પ્રબુધ્ધ નાગરિક, શાળાના વિદ્યાર્થીઓ, યોગપ્રેમીઓએ યોગાના નિદર્શનમાં ભાગ લીધો હતો. ભરૂચ જિલ્લામાં ૧૩૦૦ થી વધુ સ્થાનોએ ત્રણ લાખ ત્રીસ હજારથી વધુ લોકો સામૂહિક યોગ શિબિરમાં જોડાયા હતા.

ઉલ્લેખનીય છે કે સ્વા‍મીનારાયણ મંદિર પરિસર, જે.પી.આર્ટસ કોલેજ – ભરૂચ, પ્રજાપતિ બ્રહ્માકુમારી – ઝાડેશ્વર, તપોવન સંસ્કૃત પાઠશાળા ખાતે પણ યોગાનો કાર્યક્રમ યોજાયો હતો. તથા ઐતિહાસિક સ્થળ સ્તંભેશ્વર મહાદેવ – કાવી કંબોઇ, તથા સ્વરાજ ભવન – જંબુસર ખાતે પણ યોગાનો કાર્યક્રમ યોજાયો અને યોગ સાધકો ધ્વારા યોગસાધના કરવામાં આવી હતી.


Share

Related posts

ભરૂચ તાલુકાનાં અમલેશ્વર ગામનાં રહીશ અને જીલ્લા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખનાં પરિમલ સિંહ રણાનાં ભાઈનાં ઘરે તસ્કરો એ ચોરી કરી હતી.

ProudOfGujarat

વલસાડના વાગલધારા હાઈવે બ્રિજ પર ખાડા પડવાથી વાહન ચાલકો ત્રાહિમામ.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા ના વાલિયા તાલુકા ના સિલુડી ગામ ખાતે દીપડા એ એક ઈશમ ઉપર હુમલો કરતા ચકચાર મચી હતી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!