Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઇન્ડિયન મેડિકલ એસોસીએશન ભરૂચ શાખા દ્વારા કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવાયો…..

Share

આઇ.એમ.એ. ભરૂચ શાખાના પ્રમુખ ડો.પ્રશાંત વસાવા તેમજ મંત્રી ડો.નિરમલ ચૌધરીના જણાવ્યા અનુસાર સરકાર દ્વારા એન.એમ.વી. બીલ પ્રજા વિરોધી અને લોકશાહી વિરોધી હોવાથી તમામ તબીબ જગતને આ બીલ સ્વીકાર્ય નથી.કાયદેસરની ટુંકી પ્રક્રિયા દરમ્યાન અધિનિયમ દ્વારા એમ.વી.આઇ.નું વિસર્જન લોકશાહી વિરૂધ્ધનું પગલુ છે.એમ.વી.આઇ. લોકશાહી ઢબે ચાલતુ તબીબોનું સંગઠન છે જેનો વહીવટ અન્યને સોપવો એ બંધારણ  પર હુમલા સમાન છે.આ અંગે નું આઇ.એમ.વી.બીલ (સુધારક) ૨૦૧૧ ને ૩૧ ડિસેમ્બર ૨૦૧૧ ના રોજ લોકસભામાં પાસ કરવામાં આવ્યુ છે.ગ્રાહક સુરક્ષા ધારાને રદ કરીને એના સ્થાને ગ્રાહક સુરક્ષા બીલ ૨૦૧૮ ને ૨૦ ડિસેમ્બર ૨૦૧૮ ના રોજ પ્રસાર કરાયું. આ બીલ અંતર્ગત જીલ્લા ફોરમના અધિકાર ક્ષેત્રને રૂ|.૧૦ લાખ થી વધારીને રૂ|.૧ કરોડ સુધી, રાજ્ય ફોરમના રૂ|.૧ કરોડ થી વધારીને રૂ|.૧૦ કરોડ અને રષ્ટ્રીય ફોરમના રૂ|.૧૦ કરોડને વધારી તેનાથી વધારે કરવામાં આવ્યા છે તેના દ્વારા તબીબી વ્યવસાયને પણ સીધી અસર થઇ રહી છે જેથી તબીબોએ તા.-૦૪/૦૧/૨૦૧૮ ના રોજ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવી રહ્યા છે….

Advertisement

Share

Related posts

રાજપીપળા જનરલ હોસ્પિટલમાં એચઆઇવી પીડિતોને બર્ક ફાઉન્ડેશન દ્વારા ન્યુટ્રિશિયન કીટ વિતરણ કરાઇ.

ProudOfGujarat

યાત્રા ધામ ખાતે દારૂ અને જુગારની બદી બંધ કરાવવા આવેદન પત્ર પાઠવવા પડે છે.યાત્રા ધામ અંગારેશ્વર, શુક્લતીર્થ, નિકોરા, મંગલેશ્વર, જનોર વિસ્તારમાં ઇંગલિશ દારૂ ,જુગાર ,સટ્ટા બેટિંગ બંધ કરાવવા બાબતે અંગારેશ્વર ગ્રામ પંચાયતના સભ્યોએ આવેદન પત્ર પાઠવાયું….

ProudOfGujarat

પાલેજ માં ચૈત્રી પૂનમ નાં મેળા ની તડામાર તૈયારી શરૂ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!