Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચની અયોધ્યાનગર પાણીની ટાંકી પાસે ખુલ્લી જગ્યામાં આગ

Share

ભરૂચ

ભરૂચ શહેર-જિલ્લા સહિત રાજ્યભરમાં હવે કોઈ પણ તહેવાર જાણે ફટાકડાં ફોડવા સિવાય પુરો થતો નથી. ઉત્તરાયણના પર્વે સાંજના સમયે જેમ જેમ અંધારું થતું જાય તેમ તેમ ધાબા પર કટકાડાં છોડીને પતંગરસીકો આકાશી ફટકાડા ફોડીને તહેવાર ઉજવતાં હોય છે.રાત્રીના સમયે ચારેય દિશામાં આતિયભાજીઓ જોવા મળતી હોય છે. ત્યારે આતિષબાજીના કારણે કચારે ક્યારેક આગ લાગવાની ઘટના પણ બનતી હોય છે. ત્યારે ભરૂચમાં ઉત્તરાયણના દિવસે ઢળતી સાંજે શહેરના અયોધ્યાનગર પાસે આવેલી પાણીની ટાંકી પાસે અચાનક ધૂમાડાં ઉઠવા લાગ્યાં હતાં. જે બાદ આગ ભામુકી હતી. આગે જોતજોતામાં મોટું સ્વરૂપ લઈ લીધું હતું. ઘટના અંગે ભરૂચ નગર પાલિકાના લાશ્કરોને જાણ કરાતાં ટીમ તુરંત સ્થળ પર દોડી ગઈ હતી. આગ ખુલ્લા મેદાનમાં આવેલાં ઘાસચારામાં લાગી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું ટીમે તુરંત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનશીકે ઘટનામાં કોઈને જાનહાની થઈ ન હતી.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લા શિક્ષણાધિકારીના અધ્યક્ષ સ્થાને બાહી હાઇસ્કુલમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

સુરેન્દ્રનગર જીલ્લાનાં દસાડા તાલુકાનાં પાટડી-ખારાઘોઢા વિસ્તારમાં ફસાયેલા પરપ્રાંતીય મજૂરોને તેમના વતન પહોંચાડવામાં આવ્યા.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડી ચુનારાવાડ વિસ્તારમાં રોડ નહીં બનતા રહિશોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!