Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ખનિજ માફિયાઓની ગુંડાગીરી : અધિકારીની સામે જ પત્રકાર પર હુમલો

Share

ઝઘડિયાના રાણીપુરા ગામે કાછી જરાત વગામાં નર્મદા કિનારેની ઘટના
ભરૂચ.
ઝઘડિયા પંથકમાં ચાલતી રેતી સહિત અન્ય ખનીજની લીઝોને લઇને સ્થાનિક લોકોમાં ભારે રોષ છે. ત્યારે કેટલાંય માથાભારે તત્વો સરકારી પરવાનગી વિના જ રેતી-ખનીજ ઉલેચવાનું કૌભાંડ આચરે છે. સ્થાનિકો દ્વારા કલેક્ટર સહિત જેતે વિભાગમાં વારંવાર આવેદન આપી આવા ગેરકાયદે લીઝો બંધ કરવા માટે રજૂઆતો કરવામાં આવે છે .જોકે, આવા ખનીજ ચોરો સામે નશીહત મળે તેવી કાર્યવાહી ન થતી હોવાને કારણે માફિયાઓ વધુ ને વધુ બેફામ બની ગયાં છે. કેટલાંક ખનીજ માફિયાઓ જે તે વિસ્તારને પોતાનું સામ્રાજ્ય હોય તે રીતે વિસ્તારમાં લોકોને ડરાવી-ધમકાવી રાખવાનો પ્રયાસ કરતાં હોય છે. દરમિયાનમાં ઝઘડિયાના રાણીપુરા ગામે રહેતાં અને છેલ્લાં 18 વર્ષથી ગુજરાત સમાચાર પેપરમાં પત્રકાર તરીકે ફરજ બજાવતાં જયશીલભાઇ પટેલ ગઇકાલે 29મી જાન્યુઆરીએ ગામમાં તેરમાની વિધી ગયાં હતાં. તે વેળાં લોકો થકી જાણવા મળ્યું હતું કે, ગામના કાછી જરાત વગામાં આવેલાં નર્મદા નદી કિનારે ગામનો દેવાંગ ઉર્ફે લાલો ઇશ્વર પાટણવાડિયા(ઠાકોર) (રહે. ગોવાલી) એ ગેરકાયદે રીતે નદીનો કાંઠાનો ભેખડ તોડી નર્મદા નદીમાં નાવડી મુકી પાઇપ વડે ઇન્જીન દ્વારા રેતી ઉલેચવાની વ્યવસ્થા કરી છે. જેના પગલે તેમણે ગામના અન્ય લોકો સાથે સ્થળ પર પહોંચી તપાસ કરતાં ત્યાં નાવડી-પાઇપ, એન્જીન સહિતનો સામાન મળી આવતાં તેમણે દેવાંગને ફોન કરી તમે ગેરકાયદે ખનન કેમ કરો છો પુછતાં તેણે તેમને અપશબ્દો ઉચ્ચારી જાનથી માારી નાંખવાની ધમકીઓ આપી ફોન કાપી નાંખ્યો હતો. જેના પગલ ેપત્રકાર જયશીલ પટેલે ગાંધીનગર ખાણખનિજ તેમજ જિલ્લા ખાણ ખનિજ વિભગના અધિકારીઓને, ઝઘડિયા પીઆઇ, સહિતનાઓને ફોટોગ્રાફ સહિતના પુરાવા સાથે જાણ કરતાં મામલતદા કચેરીમાંથી સર્કલ ઓફિસર બાલુભાઇ,રાહુલભઇ તેમજ અન્ય સ્ટાફે સ્થળ પર પહોંચી તપાસ કરી રહ્યાં હતાં. તે વેળાં દેવાંગ ઉર્ફે લાલો પાટણવાડિયાએ ત્યાં આવી પહોંચ્યો હતો. અધીકારીઓએ તેની પાસે લીઝની પરવાનગી છે કે કેમ તે સહિત પુછપરછ કરતાં હતાં તે વેળાં દેવાંગ ઉર્ફે લાલો અચાનક ઉશ્કેરાઇ ગયો હતો. તેણે ત્યાં હાજર પત્રકાર જયશીલ પટેલનું ગળું દબાવી તેમને ભેખડમાં દબાવી દીધાં હતાં. જોકે, તુરંત આસપાસના લોકોએ દોડી આવીને તેમને બચાવી હતી. જોકે, તેણે ઝપાઝપી કરવાને કારણે જયશીલ પટેલને ઇજાઓ થઇ હતી. લોકોએ તેમને છોડવાતાં દેવાંગ ઉર્ફે લાલો એ તેમને હાજર અધિકારીઓ તેમજ અન્ય લોકોની સામે જ તેમને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી. હતી. બનાવને પગલે તેમણે ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

અંકલેશ્વર ના જુના દીવા ગામમાં ખેતીવાડી ના કામ માટે મૂકવામાં આવેલા વીજ ટ્રાન્સફોર્મર ચોરી થતાં શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ….

ProudOfGujarat

અખિલ હિન્દ મહિલા પરિષદ સુરત શાખા તરફથી એક લાખ રૂપિયાનો ચેક અર્પણ કરાયો.

ProudOfGujarat

ભરૂચ APMC માં લાગેલ ભીષણ આગનું રહસ્ય અકબંધ હજી આગ લાગવાના કારણો શોધી શકાયા નથી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!