Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા અનુરોધ

Share

ભરૂચ જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્ય સરકારની વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા પાત્રતા ધરાવતા લાભાર્થીઓને અનુરોધ કરવામાં આવ્યો છે.
મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ભરૂચ જિલ્લાના પાત્ર લાભાર્થીઓ માટે વ્હાલી દીકરી યોજના અમલમાં છે. આ યોજના ભરૂચ જિલ્લામાં તા. ૦૨ ઓગસ્ટ ૨૦૧૯ થી કાર્યરત છે. યોજનાના અંતર્ગત દંપતીની પ્રથમ ત્રણ સંતાન પૈકીની તમામ દીકરીઓને કુલ રૂ. ૧,૧૦,૦૦૦/- ની સહાય ત્રણ તબક્કામાં આપવામાં આવે છે. દીકરીના જન્મથી એક વર્ષની અંદર અરજી કરવી ફરજિયાત છે. તેમજ લાભાર્થી પરિવારની વાર્ષિક આવક રૂ. ૨,૦૦,૦૦૦/થી ઓછી હોવી જરૂરી છે.યોજનાનો લાભ લેવા ઇચ્છુક લાભાર્થીઓએ નજીકની ગ્રામ પંચાયત, તાલુકા કક્ષાની મામલતદાર કચેરી અથવા જિલ્લા કક્ષાની મહિલા અને બાળ અધિકારીની કચેરી ખાતે સંપર્ક કરવા જણાવાયું છે.આ ઉપરાંત લાભાર્થીઓ ઈ-મહિલા કલ્યાણ પોર્ટલ મારફતે ઘર બેઠા ઓનલાઈન અરજી પણ કરી શકે છે.ભરૂચ જિલ્લાના તમામ પાત્ર લાભાર્થીઓ આ યોજનાનો વધુમાં વધુ લાભ લે તેવી અપીલ કરવામાં આવી છે.

Share

Related posts

માંગરોળની શ્રી એલ બી શાહ વિનય વિધા મંદિર સ્કુલ કંટવા ખાતે પોકસો એકટની માહિતી અપાઈ.

ProudOfGujarat

રાજપીપલા અંબુભાઈ પુરાણી વ્યાયામ શાળા ખાતે “વિશ્વાસથી વિકાસ યાત્રા” નો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

આમોદ ની બચ્ચોકા ઘર ની શાળા માં 10 જાન્યુઆરી સુઘી રમત ગમતનો કાર્યક્રમ યોજાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!