Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ડીજીવીસીએલના જૂનિ.આસીસ્ટન્ટે બોગસ રસીદથી નવા મીટર માટે ૧૫ લાખ ઉઘરાવ્યાં

Share

 

ભરૂચ સર્કલ કચેરીમાં ફરજ બજાવતા જૂનિ. આસિ. સામે ખાતાકિય તપાસ

Advertisement

 

ભરૂચ

દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ભરૂચ સર્કલ કચેરીમાં વેસ્ટ સબ ડિવિઝનમાં ફરજ બજાવતાં જુનિયર આસિસ્ટન્ટે નવા વીજ કનેક્શન માટે બોગસ રસીદ આપી ચાહકો પાસેથી ૧૫ લાખ જેટલી માતબર રકમની ઉચાપત કરી હોવાની બુમો ઉઠી છે. ઘટનાની જાણ થતાં ડીજીવીસીએલની ભરૂચ સકેલ કચેરીએ મામલામાં ખાતાકિય તપાસ શરુ કરી હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

ભરૂચ શહેરમાં દિનપ્રતિદીન નવી ઈમારતો, બહુમાળી બિલ્ડીંગોનું નિર્માણ થઈ રહ્યું છે. સાથે સાથે અન્ય કોઈ કારણસર નવા વીજ મીટર બેસાડવા માંગતાં હોય તો તેઓ વીજ કંપનીનો સંપર્ક કરતાં હોય છે. દરમિયાનમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ભરૂચ સકલ કચેરીમાં નવા મીટર બેસાડવાની પ્રક્રિયામાં એક જૂનિયર આસિસ્ટન્ટે ગ્રાહકોને દ્રપ્લિકેટ રસીદ આપી લાખોની ખાયકી કરી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. ભરૂચ વેસ્ટ સબડિવિઝનમાં ફરજ બજાવતાં જુનિયર આસિસ્ટન્ટે તેની પાસે નવા મીટર લગાવવા માટેની પ્રોસેસ કરવા માટે આવતાં સાહકોને નિયમાનુસાર નવા મીટર બેસાડવાની ફી અંગે માહિતી આપ્યાં બાદ તેમની પાસેથી સમગ્ર કાર્યવાહી માટેના રૂપિયા મેળવી લેતાં હતાં. જે બાદ તેમને સરકારી કંપનીની અધિકૃત રસીદ આપવાને બદલે ડુપ્લીકેટ રસીદ આપી દેતાં હતાં. મીટર થોડા સમયમાં લાગી જશે તેવી બાંહેધરી પણ આપી દેતાં હતાં. દરમિયાનમાં છેલ્લાં કેટલાંક સમયથી ભરૂચ વેસ્ટ સબડિવિજન કચેરીમાં અમારા મીટર ક્યારે લાગશે તેવા પ્રશ્નો સાથે લોકોની અવરજવર શરૂ થઈ જતાં કચેરીમાં અધિકારીઓમાં ભારે ચર્ચા જાગી હતી. દરમિયાનમાં ભરૂચ સર્કલના એક્ઝિકયુટિવ ઈજનેર જે. પી. ઉડવાડીયાએ પ્રાથમિક તપાસ કરતાં તેમના જૂનિયર એન્જિનિયરે વણાબધા લોકો પાસેથી ડુપ્લિકેટ રસીદ આપી અંદાજે ૧૫ લાખ જેટલી માતબર રકમ પડાવી લીધી હતી. જેના પગલે તેમની સામે ખાતાકિય તપાસ શરૂ થઈ છે.


Share

Related posts

નેત્રંગનાં પાંચસીમ ગામે પતિ-પત્નીનાં છુટાછેડા બાબતે છુટાદોરની મારામારી થતાં પોલીસ ફરિયાદ થઇ હતી.

ProudOfGujarat

BTP પાર્ટી ડેડીયાપાડા ઉપપ્રમુખ એ બાળકોને સ્વેટર આપ્યા.

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના બીજા ત્રિમાસિકના પરિણામો : નાણાકીય વર્ષ 2024 ના પહેલા છ મસિકમાં રૂ. 124.72 અબજના જીડીપીઆઈ સાથે ઉદ્યોગ કરતાં આગળ વધી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!