Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર–મનુબર એક્સપ્રેસવે પ્રા.લિ. દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ, અંદાજે 50 યુનિટ બ્લડ એકત્ર

Share

અંકલેશ્વર–મનુબર એક્સપ્રેસવે પ્રા.લિ. દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ, અંદાજે 50 યુનિટ બ્લડ એકત્ર

 

Advertisement

અંકલેશ્વર–મનુબર એક્સપ્રેસવે પ્રાઇવેટ લિમિટેડ દ્વારા નેશનલ રોડ સેફ્ટી માસ – જાન્યુઆરી 2026 અંતર્ગત યુનિટી બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કર્મચારીઓ તથા સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો હતો.

 

કાર્યક્રમની શરૂઆત યુનિટી બ્લડ બેંકના ડૉક્ટર અને તેમની ટીમનું અંકલેશ્વર–મનુબર એક્સપ્રેસવે પ્રા.લિ.ના સ્ટાફ દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનપૂર્વક સ્વાગત કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ યુનિટી બ્લડ બેંકના ડૉ. ઓમકાર સિંહ પરિહાર અને તેમની ટીમ દ્વારા બ્લડ ડોનેશનની પ્રક્રિયા સુચારૂ અને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.

 

આ પ્રસંગે રૂટ મેનેજર દિલીપકુમાર મેવાડા, પ્રોજેક્ટ મેનેજર આનંદ વાઘેલા, ટોલ મેનેજર રવિ યાદવ, ઇન્સિડેન્ટ મેનેજમેન્ટ ટીમ તથા દહેગામ ટોલ પ્લાઝાના સ્ટાફ સભ્યો હાજર રહ્યા હતા.

 

બ્લડ કેમ્પ અંતર્ગત અંદાજે 50 જેટલા યુનિટ બ્લડ એકત્ર થવાની સહાય મળશે, જે જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઉપયોગી બનશે. આ અવસરે રૂટ મેનેજર દિલીપકુમાર મેવાડાએ બ્લડ ડોનેશનને મહાન સમાજસેવા ગણાવી વધુને વધુ લોકોને આવી સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાવા અપીલ કરી હતી.

 

ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર–મનુબર એક્સપ્રેસવે પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સમયાંતરે સમાજહિત અને જનકલ્યાણલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરીને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે.


Share

Related posts

ગોધરા : પાવરહાઉસ વિસ્તારનાં વાલ્મિકી વાસમાં MGVCL નાં જોખમી વીજ વાયરોનું સમારકામ કયારે ? સ્થાનિકો કરી રહ્યા છે સવાલ.!

ProudOfGujarat

મોડલ અને યોગ ગુરૂ હિમાની ઝાંબરેને બેસ્ટ ફેશન આઈકન ઓફ ભરૂચ-2022 નો એવોર્ડ એનાયત.

ProudOfGujarat

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર અકસ્માતમાં ચારનાં મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!