Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લાની આંગણવાડીઓનો થશે કાયાકલ્પ: મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નવીનીકરણ ઝુંબેશ – આંગણવાડીઓ બની ‘ સ્માર્ટ’

Share

લોકભાગીદારી અને CSR ફંડ અને રાજ્ય સરકારની ગ્રાન્ટના સંગમથી આંગણવાડીઓનું થશે નવીનીકરણ

 

Advertisement

ભરૂચ

 રાજ્યના આંગણવાડી કેન્દ્રોને આધુનિક અને સુવિધાસભર બનાવવાના ઉમદા હેતુથી નવીનીકરણ ઝુંબેશતેજ ગતિએ ચાલી રહી છે. બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને સર્વાંગી વિકાસ માટે તેમને અભ્યાસ, પોષણ અને બાળ-સ્નેહી વાતાવરણ મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્રની રાહબરી હેઠળ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી છે.

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ભરૂચ જિલ્લાના ૯૦૬ સ્વહસ્તક મકાન ધરાવતા કેન્દ્રોને આકર્ષક આંગણવાડીબનાવવાની સઘન કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. જિલ્લામાં કુલ ૯૦૬ કેન્દ્રો પૈકી પ્રથમ તબક્કામાં જ ૫૧૧ આંગણવાડી કેન્દ્રોમાં કાયાપલટની કામગીરી હાથ ધરીને બાળકો માટે આકર્ષક મકાન અને હુંફાળું વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે. જે પૈકી આંગણવાડીઓની જાળવણીમાં કોઈ કચાસ ન રહે તે માટે વિભાગ દ્વારા ૪૬૪ કેન્દ્રોને વાર્ષિક ૮૫૦૦/- ની મેઈન્ટેનન્સ ગ્રાન્ટ સીધી ફાળવી દીધી છે. જે અંતર્ગત ૨૧૦ આંગણવાડી કેન્દ્રોમાં કલરકામ, બાલા પેઈન્ટિંગ, વોટર પ્રૂફિંગ અને ગ્રીલ બેસાડવા જેવા નાના સમારકામ પૂર્ણ થઈ ચૂક્યા છે, જ્યારે ૧૬૪ આંગણવાડી કેન્દ્રોમાં કામગીરી હાલ પ્રગતિમાં છે. આમ જિલ્લામાં ‘આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ’ હેઠળ આંગણવાડીઓનું બ્યુટીફિકેશન કામ શરૂ કરાયું છે.

 

વધુમાં, મોટા મરામતની જરૂરિયાત ધરાવતા ૧૭૧ આંગણવાડી માટે વિભાગ દ્વારા કેન્દ્ર દીઠ ૨.૦૦ લાખ લેખે ગ્રાન્ટ ફાળવીનું આયોજન કરાતા તેમાંથી ૧૩૪ આંગણવાડી કેન્દ્રોના કામ સફળતાપૂર્વક પૂર્ણ થયા છે અને બાકી રહેલા ૩૭ કેન્દ્રોના કામ પણ ઝુંબેશ હેઠળ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. સાથો સાથ જિલ્લા કક્ષાએથી પણ TSP ગ્રાન્ટ હેઠળ ૧૩૦ આંગણવાડીઓ અને અન્ય ગ્રાન્ટમાંથી ૮૦ આંગણવાડી કેન્દ્રોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય ભરૂચ જિલ્લાના પોતાના મકાન ધરાવતા તમામ ૯૦૬ કેન્દ્રોને આકર્ષક અને બાળ-સ્નેહી બનાવવાના છે. આ નવીનીકરણથી બાળકોને અભ્યાસ અને પોષણ માટે વધુ બહેતર વાતાવરણ ઉપલબ્ધ થશે.

અત્રે ઉલ્લખનિય છે કે, જિલ્લા કલેક્ટરશ્રી તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન અને આગેવાની હેઠળ વિવિધ સરકારી યોજના – હળપતિ ઉત્કર્ષ યોજના, ડીએમએફ, ૧૫મું નાણાપંચ, મનરેગા, એટીવીટી, વિકસશીલ વાલિય દ્વારા હાલ ૭૨ આંગણવાડીના કામ પ્રગતિમાં છે તેમજ પ્રતિષ્ઠિત કંપનીઓના CSR ભંડોળનો ઉપયોગ કરીને ૧૯ ભવનના કામો રૂ.૨૦.૦૦ લાખના ખર્ચે હાલ પ્રગતિમાં છે. જે તમામ આંગણવાડીઓ ટૂંક સમયમાં સુવિધાસભર અને આકર્ષક બનશે.

આ સમન્વયના પરિણામે ગ્રામ્ય સ્તરે બાળકોને હવે પ્લે-સ્કૂલ જેવી આધુનિક સુવિધાઓ સરકારી આંગણવાડીઓમાં મળી રહી છે.  આ આંગણવાડીઓમાં સારા સ્ટ્રક્ચરનો ઉપયોગ અને આકર્ષક પેઇન્ટિંગ્સ, રમતના સાધનો અને બેસવાની ઉત્તમ વ્યવસ્થાને કારણે બાળકો અને કિશોરીઓમાં આંગણવાડી આવવાનો ઉત્સાહ વધ્યો છે.

આ પ્રોજેક્ટ માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધી સીમિત નથી, પરંતુ તે જિલ્લાના બાળ વિકાસ અને પોષણ અભિયાનને વેગ આપવાનું માધ્યમ બન્યો છે. બાળકોના વિકાસ અને સમુદાય સુખાકારી તરફ મહત્વપૂર્ણ પહેલ છે. આંગણવાડીઓમાં બાળકોને બેસવા, ભણવા અને રમવા માટે સારી સુવિધાઓ મળી રહી છે. આકર્ષક આંગણવાડીની સુવિધા થકી બાળકો તેમજ કિશોરીઓ આંગણવાડીમાં નિયમિત આવતા થયા છે. સ્વચ્છ અને સલામત વાતાવરણ ઊભું થવાથી વાલીઓનો વિશ્વાસ વધ્યો છે. ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય અને મહિલા સશક્તિકરણ માટે આંગણવાડી કેન્દ્રો હવે કેન્દ્રબિંદુ બની રહ્યા છે.

ત્યારે ૦૪/૦૨/૨૦૨૬ના રોજ આમોદ તાલુકાના દોરા ગામ ખાતે જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી.કે. સ્વામિએ આંગણવાડીને નાના ભૂલંકાઓ માટે ખૂલ્લી મૂકી હતી.


Share

Related posts

ભરૂચનાં કોલેજથી જ્યોતિનગરનાં માર્ગની કામગીરી ગોકુળ ગતિએ થતાં વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે.

ProudOfGujarat

માંગરોળ તાલુકા ના વાંકલ ગામે બાલુભાઈ મૈસુરિયા(લક્ષ્મી) પરિવાર દ્વારા શેરડી કાપતા મજૂરો ને નાસ્તા નુ વિતરણ કરવા માં આવ્યું.

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત કોરોમંડલ ઈન્ટરનેશનલ લિમિટેડ કંપની દ્વારા આજરોજ અંકલેશ્વર-હાંસોટની શાળાના વિદ્યાર્થીઓ માટે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!