Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભંગારમાં લીધેલી બાઈકના આરસી બુકના આધારે ચોરેલી બાઈકના એન્જીન-ચેચીસ નંબર બદલી વેચવાનું કૌભાંડ

Share

 

ભરૂચ એ ડિવિઝન પોલીસે પાલેજ અને આમોદના કુરચણ ગામના શખ્સને ઝડપી પાડયો

Advertisement

। ભરૂચ ।

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તાજેતરમાં જ આમોદના કુરચણ ગામે નવીનગરી વિસ્તારમાં રહેતાં અબ્દુલ મહંમદ પટેલને ચોરીની બાઈક સાથે ઝડપી પાડયો હતો. તપાસમાં તેણે ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાંથી બાઈક ચોરી કર્યાની કબુલાત કરતાં તેને એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો હતો. ત્યારે એ ડિવિઝન પીઆઈ આર. એમ. વસાવા અને તેમની ટીમે અબ્દુલ મહંમદ પટેલના રિમાન્ડ મેળવી ઉલટ તપાસ કરતાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો.

તેની પાસેથી મળી આવેલી ચોરીની બાઈકનો એન્જીન તેમજ ચેચિસ નંબર સાથે છેડછાડ થયેલાનું જણાતાં ટીમે તેની યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતાં તેણે ચોકાવનારી કબુાલત કરી હતી. તેણે જણાવ્યું હતું કે, તે સાવ જુની અને બીન વપરાશવાળી અત્યંત નજીવા ભાવે ભંગારની કિંમતે ખરીદી કરતો હતો. જે બાદ તે બાઈકને ભંગારમાં આપી દઈ તેની આરસી બુકના આધારે તેના જેવી જ અને મોડલની સારી કન્ડીશન વાળી બાઈક ચોરી કરતો હતો. બાદમાં તે બાઈક પાલેજ ખાતે રહેતાં જહીરશા મહેબુબ દિવાન પાસે લઈ જતો હતો.

જહીરશા મહેબુબ દિવાન ટ્રેક્ટરની ટ્રોલી બનાવવાનું કામ કરતો હોઈ તે ટ્રોલી પર ચેચીસ નંબર છાપવાનું કામ પણ કરતો હતો. અબ્દુલ તેની પાસે ચોરેલી બાઈક પરનો એન્જીન ચેચીસ નંબર ઘસી કાઢી ત્યાં ભંગારમાં લીધેલી બાઈકના આરસી બુકમાં જણાવ્યા મુજબનો એન્જીન ચેચીસ નંબર છપાવતો હતો. જે બાદ તે બાઈક આમોદ, ભરૂચ, પાલેજ તેમજ નવસારી વિસ્તારમાં વેચી દેતો હોવાની કબુલાત કરી હતી. પ્રાથમિક પુછપરછમાં તેણે ૧૦ ભાઈકમાં આ કિમિયો આજમાવી વેચી હોવાની કબુલાત કરી હતી. જેના પગલે પીઆઈએ અલગ અલગ ટીમો બનાવી ચોરીની ૧૦ બાઈક જપ્ત કરી હતી.


Share

Related posts

વડોદરાના દાંડિયા બજાર ફાયરબ્રિગેડની જર્જરિત બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થતાં સાત લોકો ફસાયા.

ProudOfGujarat

અંકલેશ્વર નેશનલ હાઇવે પર આવેલ નિલેશ ચોકડી નજીક અજાણ્યા વાહન ચાલકે અજાણ્યા યુવાનને અડફેટે લેતા તેનું ગંભીર ઇજાઓને પગલે ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

ProudOfGujarat

અંકલેશ્વરનાં સરફુદ્દીન ગામે નર્મદા નદીનાં ઓવારે ખેલાયેલા ખૂની ખેલમાં આવ્યો નવો વળાંક…જાણો શું ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!