Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં એસઆઈઆરની અંતિમ યાદી જાહેર, જિલ્લામાં મતદારોનો છેલ્લો આંક ૧૧.૦૨ લાખ નોંધાયો

Share

દેશના ચૂંટણીપંચ દ્વારા ગુજરાત સહિત ૧૨ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (સ્પેશિયલ ઈન્ટેન્સીવ રીવિઝન-SIR )ની પક્રિયા શરૂ કરી હતી. ૨૦૨૫માં ૪ નવેમ્બરથી શરૂ થયેલી આ પક્રિયામાં નવા મતદારોની નોંધણી કરવા સાથે મૃતકો, અન્યત્ર રહેવા જતાં રહ્યાં હોય તેવા, અન્ય રાજ્યમાંથી ધંધા-રોજગાર માટે આવેલો વ્યક્તિ એક જ સ્થળે મતદાન કરી શકે તે માટે કોઈ પણ એક તરફનું નામ કમી કરવા, વિદેશ રહેતાં હોય પણ ભારતમાં તેમનું નાગરિકત્વ જારી હોય તે સહિતના તમામ લોકોની મતદાર યાદીમાં નવેસરથી સુધારણા સાથે નોંધણી કરવામાં આવી હતી.

આ પક્રિયામાં કોઈનું નામ કમી કરવા માટે ત્રાહિત વ્યક્તિ અરજી કરી શકતો હોવાને કારણે કેટલાંક લોકોએ એક ચોક્કસ સમુદાયના લોકોના નામ કમી કરવા માટેની અરજીઓ કરી હતી. ત્યારે ભરૂચ જિલ્લામાં કુલ ૯૦ હજારથી વધુ અરજીઓ આવી હતી. જેમાં મોટી સંખ્યામાં એક જ અરજદાર દ્વારા અનેક લોકોના નામ કમી કરવા માટેની અરાજી કરી હોવાનું પણ સામે આવ્યું હતું. દરમિયાનમાં ભરૂચ જિલ્લામાં અલગ અલગ તબક્કામાં કરવામાં આવેલી એસઆઈઆરની આખી યાદી મંગળવારે જાહેર કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં મતદારયાદી સુધારા ઝુંબેશ શરૂ થાય તે પહેલાં ૧૩.૧૦ લાખ મતદારો નોંઘાયાં હતાં. જિલ્લાના વહિવટી તંત્રએ બીએલઓ તેમજ અલગ અલગ શોકોના સહયોગથી પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ કરતાં ડ્રાયફ્ટ યાદીમાં કુલ ૧૦.૯૫ લાખ મતદારો હોવાનું જાણવા મળ્યું હતું.

Advertisement

જે બાદ પણ વાંધા-દાવા માટે અરજી કરવા ફોર્મ નં. ૬,૭ અને ૮ થકી અરજી કરવાની તક અપાઈ હતી. જેમાં ફોર્મ દમાં નવા મતદારોની નોંપણી માટે, ફોર્મ-૭ પોતાનું કે પરિવારના સભ્યોનું અથવાતો અન્ય કોઈનું નામ કમી કરવા માટે તથા ફોર્મ ૮થી મતદાર કાર્ડમાં ફોટો, નામ-સરનામા સહિતના સુધારણાની તક અપાઈ હતી. જેમાં ભરૂચ જિલ્લામાં ફોર્મ૭ થકી મતદારોના નામો કમી કરવા માટે કુલ ૯૦ હજાર અરજી થઈ હતી. જેમાં ચોંકાવનારી રીતે એક ચોક્કસ સમુદાયના લોકોના જ નામો કમી કરવા અરજી વધુ થઈ હોવાનું જણાયું હતું. જોકે, વહિવટી તંત્રએ ફિલ્ડ વેરીફિકેશન, દસ્તાવેજી તપાસ અને નોટિસો આપી પક્રિયા પૂર્ણ કર્યા બાદ અરજીઓ તથા જરુરી સુધારાઓનો સમાવેશ કરીને આખરી મતદાર યાદી તૈયાર કરતાં તેમાં કુલ ૧૧.૦૨ લાખ મતદારોની નોંધણી થઈ છે.


Share

Related posts

ભરૂચ પાણી પાણી થયું : નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘર ડૂબ્યા.

ProudOfGujarat

ભરૂચના પાંચબત્તી વિસ્તારમાંથી હવાલાના લાખો રૂપિયા લઈ રિક્ષામાં પસાર થતો ટંકારીયાનો ઈસમ SOG ના હાથે ઝડપાયો

ProudOfGujarat

વડોદરા જિલ્લા સેવા સદન કચેરીના ધારાસભા ખંડ ખાતે મોરબીના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!