યુનિવર્સલ એક્સપેરિમેન્ટલ સ્કૂલ એન્ડ હાઇસ્કુલ મકતમપુર ભરૂચ ખાતે ધોરણ 10 અને ધોરણ 12 ના બાળકો નો શુભેચ્છા સમારંભનો આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં શાળાના સેક્રેટરી શ્રી તેમજ ટ્રસ્ટી મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા જેમાં શાળાના આચાર્ય શ્રી મલેક મુસ્તાક હુસેન તરફથી બાળકોને બોર્ડની પરીક્ષા પહેલા લેવાની તકેદારીના પગલાં વિશે વિસ્તૃત છણાવટ થી સમજાવવામાં આવ્યા હતા . ત્યારબાદ શાળાના એસએસસી તેમજ એચએસસી બોર્ડમાં જવાબ વહી તપાસની કરવા જતા કુમારી વસાવા મમતાબેન તેમજ શ્રીમતી ફાલ્ગુનીબેન પટેલ તેમજ શ્રીમતી વસાવા સ્વાતિબેન તેમજ શ્રીમાન તરફથી બાળકોને પરીક્ષાલક્ષી વિસ્તૃત છણાવટ રૂપે માર્ગદર્શન પૂરો પાડવામાં આવ્યું હતું અને સાથે સાથે શાળા પરિવાર તરફથી બાળકોને શુભેચ્છા સાથે જીવનમાં ઉત્તર ઉત્તર પ્રગતિ કરે તેવા આશીર્વચનો સાથે શુભેચ્છા સમારંભની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી જેમાં શાળાના ધોરણ 10 અને ધોરણના 12 ના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો
મક્તમપુરની યુનિવર્સલ એક્સપેરિમેન્ટલ સ્કૂલમાં ધો. 10-12ના છાત્રોનો શુભેચ્છા સમારંભ યોજાયો
Advertisement
