Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જીએનએફસીના કર્મીએ બિમારી-દવાના બોગસ બિલો મુકી ૧૫ લાખની ઠગાઈ કરતાં ફરિયાદ

Share

ભરૂચ.

ભરૂચની જીએનએફસી કંપનીમાં ઠગાઈનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. કંપનીમાં વર્ષ ૧૯૯૨માં ફાયરમેન ટ્રેઈની તરીકે જોડાયા બાદ હાલમાં ફાયર સેફ્ટી વિભાગમાં જુનિયર ફાયર ઓપરેટર તરીકે ફરજ બજાવતાં ગૌતમ રજનીકાંત પટેલ (રહે. મંગલદર્શન સોસાયટી, ચામુંડા માતાના મંદિર પાસે) નાએ કંપની સાથે બીમારીના બોગસ બીલો મુકી અત્યાર સુધીમાં કુલ ૧૫ લાખથી વધુની ઠગાઈ કરી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.

Advertisement

જીએનએફસી કંપનીમાં ચીફ મેનેજર લીગલ તરીકે ફરજ બજાવતાં રીકેશ ઈશ્વભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે, જીએનએફસી કંપનીમાં ફરજ બજાવતાં જુનિયર છાયર ઓપરેટર ગૌતમ પટેલે ૧ જાન્યુઆરી ૨૦૨૦થી તેમના તેમજ તેમના આશ્રિત પત્ની તથા માતાની મેડીકલ સારવાર માટે થણી મોટી રકમના મેડિકલ બીલો કંપનીની કોમ્પ્યુટરાઈઝ્ડ સિસ્ટમ દ્વારા રજૂ કર્યા હતાં. જેમાં તેમને કુલ ૧૭.૧૩ લાખથી વધુની ચુકવણી કંપનીએ તેમના ખાતામાં જમા કર્યા હતાં. જોકે, તે પૈકીના ૧૫.૮૨ લાખના દીપ મેડીસીન્સના ૧૧૩ બિલ, શ્રીજી ફાર્મસીના પ બીલ તેમજ મીરા મેડિકલ એન્ડ જનરલ સ્ટોરના ૬૮ બીલ રજૂ કર્યા હતાં. જે બીલો બોગસ હોવાની શંકા જતાં કંપનીની એક ખાસ ટીમે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી હતી. જેમાં તેમણે દિપ મેડિકલ સ્ટોરના સરનામે જતાં તે બે-ત્ર વર્ષથી બંધ થઈ ગયેલાનું અને હાલમાં કસકમાં શ્રીજી ફાર્મસીના નામે મેડિકલ સ્ટોર ચાલુ કર્યાનું જણાવતાં તેમણે ત્યાં તપાસ કરતાં સંચાલકોએ જણાવ્યું હતું કે, તેમના ત્યાંથી કોઈ બીલ ન અપાવાનું તેમણે જણાવ્યું હતું. બાદમાં તેમણે શ્રીજી ફાર્મસીના બીલોની પુછપરછ કરતાં તે બીલ પણ તેઓએ આપ્યા ન હોવાનું નિવેદન તેમણે આપ્યું હતું. જોકે, બાદમાં ગૌતમ પટેલના પુત્ર ગૌરાંગે શ્રીજી ફાર્મસીના સંચાલકોને તેમના નિવેદન બદલવા પાકધમકીઓ આપી હતી. તેઓ નિવેદન નહીં બદલે તેનો તેના પિતાની નોકરીનો પ્રશ્ન ઉભો થશે તેમ જણાવી જો તેમને કાંઈ થશે તો તમારુ જીવવાનું ભારે પડી જશે તેવી ધમકીઓ આપી હતી.

બીજી તરફ ભરૂચના ફલશ્રુતિ નગર વિસ્તારમાં આવેલાં આસ્થા કોમ્પ્લેક્ષમાંથી મીરા મેડિકલ એન્ડ જનરલ સ્ટોરના સંચાલક સોહેલ પટેલનો સંપર્ક કરી તેમના બીલ અંગેની પુછપરછ કરતાં તેમણે કોઈ પણ પ્રકારનો સહકાર ન કરવા સાથે તેમના ભીલોની ખરાઈ ન કરતાં તેમાં પણ ખોટી રીતે બીલો બનાવાયાં હોવાની શંકા ઉભી થઈ હતી. જેના પગલે તેમણે તમામ પાસાઓની તપાસ કરતાં આખરે તેમણે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે કંપનીમાં ઠગાઈ કરવાના કારસામાં ગૌતમ પટેલ તેમજ શ્રીજી ફાર્મસીના સંચાલકોને ધમકાવવા બદલ તેમના પુત્ર મળી બન્ને વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

વડોદરામાં કોંગ્રેસના માંજલપુરના ઉમેદવાર સામે સ્થાનિક કાર્યકરો નારાજ.

ProudOfGujarat

મધ્યપ્રદેશના ઈન્દોર ખાતે વાવ દુર્ઘટનામાં 35 નાં મોત, મુખ્યમંત્રીના તપાસના આદેશ

ProudOfGujarat

અમદાવાદનાં મણિનગરમાં યુવતીની છેડતી કરતો વિધર્મી યુવક ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!