વાંકલ :: ઉમરપાડા ના ઉંમરદા નિશાળ ફળિયામાં રહેતાં જુરાભાઈ જાતરીયા ભાઈ પાડવી(ઉવ 65)રાત્રીના સાડા આઠ વાગ્યાના સમયે ખેતરે સુવા માટે ચાલતા જતા હતા ત્યારે ઉંમરદા બસ સ્ટેન્ડ ની સામે મોટર સાયકલ નંબર(GJ 26 M 6133)ચાલકે પૂરઝડપે ગફલતરીતે હંકારી અડફેટે લેતા માથાના ભાગે અને બન્ને પગ માં ગંભીર ઇજા પહોંચતા 108મારફતે સારવાર માટે ખસેડાયા હતા. ત્યાંના ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા.અજાણ્યા ચાલાક વિરુદ્ધ ભીમસીંગ પાડવીએ ઉમરપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.વધુ તપાસ ઉમરપાડા પોલીસ કરી રહી છે.
Advertisement
