Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભરૂચના વિદ્યાર્થીઓએ બનાવ્યું ‘AquaPredict’ સ્માર્ટ ડિવાઇસ

Share

IoT ટેક્નોલોજીથી પાણીની ગુણવત્તા પર નજર, દૂષિત પાણી અંગે રીઅલ-ટાઇમ ચેતવણી આપશે

ભરૂચ.

Advertisement

ભરૂચ સ્થિત ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજના કેમિકલ એન્જિનિયરિંગ વિભાગના વિદ્યાર્થીઓએ SSIP પ્રોજેક્ટ અંતર્ગત પાણીની સુરક્ષા માટે એક નવીન ટેક્નોલોજી આધારિત ડિવાઇસ તૈયાર કર્યું છે. “AquaPredict” નામનું આ સ્માર્ટ ડિવાઇસ પાણી દૂષિત થાય ત્યારે તેને ઝડપથી ઓળખીને લોકોને સમયસર ચેતવણી આપી શકે છે.

આ સિસ્ટમમાં pH, ટર્બિડિટી (Turbidity), તાપમાન (Temperature) અને TDS (Total Dissolved Solids) જેવા વિવિધ સેન્સરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બધા સેન્સરો Internet of Things (IoT) ટેક્નોલોજી સાથે જોડાયેલા હોવાથી પાણીની ગુણવત્તા સતત મોનિટર કરી શકાય છે.

જો પાણીમાં કોઈપણ પ્રકારનું દૂષણ સર્જાય, તો સિસ્ટમ તરત જ તેને ડિટેક્ટ કરી વેબસાઇટ મારફતે મેસેજ દ્વારા સૂચના આપે છે કે પાણી દૂષિત છે અને પીવા માટે યોગ્ય નથી. આ રીતે ડિવાઇસ રીઅલ-ટાઇમ ડેટા એકત્રિત કરી લોકોને તાત્કાલિક એલર્ટ પહોંચાડે છે.

વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ, આ પ્રોજેક્ટનો વિચાર તેમને મધ્ય પ્રદેશમાં બનેલી એક ઘટનાથી આવ્યો હતો, જેમાં સીવેજ પાઇપલાઇન પીવાના પાણીની પાઇપલાઇન સાથે મિશ્રિત થઈ જતાં ઘણા લોકો બીમાર પડ્યા હતા અને કેટલાકના મૃત્યુ પણ થયા હતા. લાંબા સમય સુધી લોકોને પાણી દૂષિત હોવાની જાણ ન થતાં આ દુર્ઘટના વધુ ગંભીર બની હતી.

આ સમસ્યાને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓએ “AquaPredict” ડિવાઇસ વિકસાવ્યું છે, જે પાણીની ગુણવત્તા પર સતત નજર રાખીને લોકોને સમયસર ચેતવણી આપી શકે છે અને આવી દુર્ઘટનાઓ અટકાવવામાં મદદરૂપ બની શકે છે.

આ SSIP પ્રોજેક્ટને પ્રોફેસર A.N. વાઘેલા અને પ્રોફેસર નૈના તાહિલરમાણીના માર્ગદર્શન હેઠળ IIT પટના ખાતે યોજાનાર “IIChE-Chemathon-2026” ના ગ્રાન્ડ ફિનાલે માટે પસંદ કરવામાં આવ્યો છે.

ટીમ લીડર:
રાહુલકુમાર ઓમપ્રકાશ પાઠક

ટીમ સભ્યો:
સ્વસ્તી ભટ્ટ, કૃષ્ણા મોરે, ગોહિલ ધ્રુવ, વસુદેવ મુકેશ ખંડેલવાલ અને ચૌહાણ વિશ્વરાજસિંહ ચેતનસિંહ.


Share

Related posts

અંકલેશ્વર રામકુંડની મુલાકાત ડેપ્યુટી સી.એમ નીતીન પટેલે લીધી….

ProudOfGujarat

વડોદરાના વારસીયા વિસ્તારમાં ખાડામાં પડેલ બાળકનું રેસ્ક્યુ કરાયું.

ProudOfGujarat

ઝઘડીયાના ઉમલ્લા દુ.વાઘપુરાના અજય વસાવાની અનુસુચિત જનજાતિ મોરચાના જિલ્લા સંયોજક તરીકે વરણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!