Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આજ સાંજે ભાજપની પ્રથમ યાદી સંભવિત: સ્થાનિક સ્વરાજ ચૂંટણીને લઈ ચહલપહલ

Share

 

પાર્લામેન્ટરી બોર્ડમાં નક્કી થયેલા નામો જાહેર થશે, 11 એપ્રિલે ઉમેદવારીનો છેલ્લો દિવસ

Advertisement

ભરૂચ.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી–૨૦૨૬ને લઈને ભાજપ તરફથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રો મુજબ આજે સાંજ સુધીમાં ભાજપ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે.

પાર્ટીના પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ચર્ચાઈ અને નક્કી થયેલા નામોને તબક્કાવાર જાહેર કરવામાં આવશે. જેમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોના નામ અલગ અલગ તબક્કામાં જાહેર થવાની શક્યતા છે.

માહિતી મુજબ પ્રથમ યાદીમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના ઉમેદવારોના નામ જાહેર થવાની શક્યતા છે, જ્યારે નિર્વિવાદિત ઉમેદવારોના નામો આજે સાંજ સુધીમાં જાહેર થઈ શકે છે.

મહાનગરપાલિકાના ઉમેદવારોના નામો આવતીકાલ બાદ જાહેર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે 11 એપ્રિલ ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, જેના કારણે રાજકીય પક્ષોમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા તેજ બની છે.

આજ સાંજથી ઉમેદવારોના નામ જાહેર થવા લાગતાં જ ચૂંટણીનો માહોલ વધુ ગરમાશે અને રાજકીય ગતિવિધિઓમાં ઝડપ આવશે.


Share

Related posts

અંકલેશ્વરનાં અમરતપરા ગામ નજીક અમરાવતી ખાડીમાં કેમિકલ યુકત પાણીથી હજારો માછલીઓનાં મોત થવાને મામલે હવે GPCB ની તપાસ પર લોકો નજર કરી બેઠા છે.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને પ્રાણી અત્યાચાર નિવારણ સમિતીની કારોબારી સભાની બેઠક યોજાઈ.

ProudOfGujarat

સાયબર ક્રાઇમની ટીમે ગુમ થયેલાં 1.70 લાખના 5 મોબાઇલ શોધી માલિકને પરત આપ્યાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!