Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

બિહારથી ભાગી ભરૂચ આવી કિશોરી, સખી સેન્ટરની મદદથી પરિવાર સાથે સુખદ પુનઃમિલન

Share

ઘરકામના મુદ્દે માતા-પિતા સાથે થયેલા વિવાદને પગલે બિહારની 15 વર્ષીય કિશોરી ઘરેથી નીકળી ભરૂચ આવી પહોંચી હતી. ભરૂચ રેલવે સ્ટેશન પરથી સખી વન સ્ટોપ સેન્ટરે તાત્કાલિક કાર્યવાહી કરીને કિશોરીને સુરક્ષિત આશ્રય અને જરૂરી સહાય ઉપલબ્ધ કરાવી હતી.

સખી સેન્ટર ખાતે કાઉન્સેલિંગ દરમિયાન કિશોરીએ જણાવ્યું હતું કે ઘરકામને લઈને થતા ઝઘડા અને માનસિક તણાવને કારણે તે ઘર છોડીને નીકળી આવી હતી. કાઉન્સેલરોએ તેને સમજાવી તેની મનોદશામાં સુધારો લાવવા પ્રયાસ કર્યો હતો.

Advertisement

પછી કિશોરી દ્વારા આપવામાં આવેલા સંપર્ક નંબરના આધારે સેન્ટરે તેના પિતાનો સંપર્ક સાધ્યો હતો અને દીકરી સુરક્ષિત હોવાની જાણ કરી ભરૂચ આવવા જણાવ્યું હતું. માહિતી મળતા જ પિતા તરત જ ભરૂચ માટે રવાના થયા હતા અને બીજા દિવસે સેન્ટર ખાતે પહોંચ્યા હતા.

સેન્ટર ખાતે પિતાની ઓળખ પુરાવા આધારે ચકાસણી કર્યા બાદ માતા-પિતા અને કિશોરીનું સંયુક્ત કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પરિવારને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સખી વન સ્ટોપ સેન્ટરના સંવેદનશીલ પ્રયાસોથી અંતે પરિવાર વચ્ચે સુખદ સમાધાન થયું હતું અને કિશોરીનું તેના માતા-પિતા સાથે સફળતાપૂર્વક પુનઃસ્થાપન કરવામાં આવ્યું હતું.


Share

Related posts

ભરૂચનાં સ્થાનિક દર્દીઓને વેન્ટીલેટર અને ઑક્સીજન બેડ મળી રહે તે માટે સંદીપ માંગરોલાની આરોગ્ય વિભાગને રજૂઆત.

ProudOfGujarat

ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે  દશામાની મૂર્તિ પ્રતિમા ને મા નર્મદા માં વિસર્જન કરાયા

ProudOfGujarat

મહુવા તાલુકા ટીચર્સ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીની ૭૦ મી વાર્ષિક સાધારણ સભા પ્રાથમિક શાળા બુટવાડા ખાતે યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!