Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ પાલિકાના વોર્ડ નં. 10માં પરવાનગી વિના જાહેર સભા કરનાર કોંગ્રેસના ઉમેદવારો સામે ફરિયાદ

Share

 

ભરૃચ બી ડિવિઝન પોલીસ મથકે નાયબ માામલતદારે ગુનો દાખલ કર્યો

Advertisement

ભરૂચ.
ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 10માં કોંગ્રેસના ઉમેદવારો દ્વારા પ્રચાર પ્રસર શરૂ કર્યો છે ત્યારે ચૂંટણી વિભાગ દ્વારા કોગ્રેસના ઉમેદવારો સામે પરવાનગી મેળવ્યાં વિના જાહેર સભા યોજી જાહેરનામાનો ભંગ કરવા સબબનો ગુનો બી ડિવિઝન પોલીસ સ્ટેશને નોંધાવ્યો છે.

ભરૂચમાં પુરવઠા વિભાગમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતાં જશુ કુબેર ચૌધરી સિટી મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે. હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે ગઇકાલે ભરૂચના ચૂંટણી અધિકારીએ તેમને જાણ કરી હતી. વોર્ડ નંબર 10ના ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો એઝાઝહશન હુશેન શેખ (રહે.મલબારી દરવાજા), તસ્લીમાબાનુ મોહંમદ સિદ્દીક મિકેનિક (રહે. પુર્વ ચુનારવાડ) સાયરાબાનું મોહંમદ સોએબ શેખ (રહે. માલીવાડ પીરકાંઠી રોડ) તેમજ શૈલેષ ચિમન વસાવા (રહે. હજીરાનો ટેકરો) નાઓએ ગત 17મીએ લાલબજાર જૂની તિજોરી કચેરી સામે જાહેર રોડ પર જાહેર સભા યોજી હતી. જાહેર સભામાં રાત્રીના 12 વાગ્યા સુધી લાઉડ સ્પિકર વગાડ્યાં હતાં. જાહેર સભાના આયોજનને લઇને તેમના થકી ચૂંટણી વિભાગમાં કોઇ પણ પ્રકારની જાણ કરવામાં આવી ન હતી.

ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા દહેક પક્ષે જાહેર સભા યોજવા સહિત સ્ટાર પ્રચારકોની સભા-સરઘસ માટે તેમજ અન્ય ચૂંટણી પ્રચાર પ્રસાર માટે પૂર્વ પરવાનગી લેવા માટે ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. તેમ છતાં કોંગ્રેસના વોર્ડ નંબર ઉમેદવારોએ કોઇ પણ પ્રકારની પરવાનગી મેળવ્યાં વિના જ જાહેર સભા યોજી હતી. જેના પગલે તેમની સામે ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવા સબબ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તાર ને જોડતી ડ્રેનેજ નો સ્લેબ તૂટી પડતાં મુસાફરોને મુસીબતોનો સામનો ભોગવવો પડી રહ્યો છે…

ProudOfGujarat

ભરૂચ : બાવા રેહાન વિસ્તારમાં મકાનના બાંધકામ દરમિયાન બની ચમત્કારિક ઘટના.. જાણો શું?

ProudOfGujarat

પ્રોહીબીશન ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!