Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સણધરા ગામે તાપીના નવા નીરના વધામણા, વર્ષો જૂની પાણીની માંગણી પૂર્ણ

Share

વાંકલ:

માંગરોળ તાલુકાના સણધરા ગામે તાપી નદીના નવા નીરના વધામણાંનો પ્રસંગ હર્ષોલ્લાસભેર ઉજવાયો હતો. ગોડધા વડ ઉદવહન યોજના અંતર્ગત ગુજરાત પ્રદેશ આદિવાસી મોરચાના પ્રદેશ પ્રમુખ ગણપતસિંહ વસાવાના પ્રયાસોથી ગામની વર્ષો જૂની પાણીની માંગણી પૂર્ણ થતા ગ્રામજનોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી.

Advertisement

આ અવસરે ગામમાં પાણી પહોંચતા તાપીના નીરને વધાવવા ખાસ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ગામના સરપંચ ગોવિંદભાઈ, સુરત જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય દિનેશભાઈ સુરતી, તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ દીપકભાઈ ચૌધરી, તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય મુકેશભાઈ ગામીત, ઝંખવાવ ગામના સરપંચ ઉમેદભાઈ ચૌધરી, માંગરોળ આદિજાતિ મોરચાના પ્રમુખ સુનિલભાઈ વસાવા, યુવા મોરચાના મહામંત્રી કરણભાઈ તથા બોરિયા ગામના સરપંચ મહેશભાઈ ચૌધરી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગામમાં પાણીની સુવિધા ઉપલબ્ધ થતા ગ્રામજનોમાં ખુશીની લાગણી પ્રસરી હતી અને વર્ષોથી રહેલી સમસ્યાનો અંત આવતા લોકોએ આનંદ વ્યક્ત કર્યો હતો.


Share

Related posts

ઉમરપાડા તાલુકામાં કોંગ્રેસ સમિતિ દ્વારા સંકલ્પ સત્યાગ્રહ સંમેલન યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સી વિસ્તારમાં થયેલ રસ્તાની કામગીરીને પગલે કોંગ્રેસ સમિતિ અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ચીફ ઓફિસરને આવેદન આપી રજૂઆત.

ProudOfGujarat

વડોદરાના કુમેઠા ગામમાં ઘરના મુખ્ય દરવાજા બહાર મગરના 4 ફૂટના બચ્ચાનું રેસક્યૂ કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!