Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી : ભરૂચમાં આજે ૧૦.૮૬ મતદારો એક બટન દબાવી ૯૫૬ ઉમેદવારોનું ભાવી નક્કી કરશે

Share

 

 

Advertisement

જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય જિલ્લા-તાલુકા અને નગરપાલિકાની ચૂંટણી માટે વિહવટી તંત્ર સજ્જ

મતદાન મથકો માટે ઈવીએમ, પ્રિસાઈડિંગ ઓફિસરની ડાયરી તેમજ મતદાર યાદી સહિતીની સામગ્રી પુરી પડાઈ

। ભરૂચ ।

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના પડઘમ શુક્રવારે સાંજથી શાંત થતાં શુક્રવાર અને શનિવારની રાત્રે ઓટલા બેઠકો યોજાઈ હતી. ઉમેદવારોને રિઝવવા માટે અંતિમ સમય સુધી વિવિધ પક્ષો તેમજ તેમના ઉમેદવારો સામ, દામ, દંડ, ભેદની નિતી અપનાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, રવિવારે મતદાનના દિવસે મતદારો તેમના પસંદગીના ઉમેદવારો માટે ઈવીએમ મશીનનું બટન દબાવી તેમના ભાવી નક્કી કરશે. શનિવારે મતદાન મથકો માટે ઈવીએમ, પિસાઈડિંગ ઓફિસરની ડાયરી તેમજ મતદાર યાદી સહિતીની સામગ્રી પુરી પડાઈ હતી. ભરૂચ જિલ્લામાં રવિાવરે ૨૪મી એપ્રિલના રોજ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણીને લઈને સવારે ૭

કલાકથી સાંજના ૬ કલાક સુધી મતદાન યોજાશે. ભરૂચ જિલ્લા પંચાયતની ૩૩ બેઠકો પર કુલ ૧૧૧ ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે.જ્યારે ૯ તાલુકા પંચાયતોની કુલ ૧૮૨ બેઠકોમાંથી પ બેઠક પર ભાજપ બીનહરીફ થતાં હવે ૧૭૭ બેઠકો માટે ૫૦૦ ઉમેદવારો મેદાને ઉતરશે. જિલ્લાની ૪ નગરપાલિકાઓની કુલ ૧૩૨ બેઠકોમાંથી ૬ બેઠકો પર ભાજપે બિન હરીફ રહેતાં હવે ૧૨૧ બેઠકો પર ૩૪૫ ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે. ત્યારે શનિવારે તમામ મતદાન મથકો માટે નગરપાલિકાના ૪ તેમજ જિલ્લા અને તાલુકાના ૧૯ જેટલાં ડિસ્પેચિંગ રિસીવિંગ સેન્ટર પરથી ચૂંટણીવલી સાધન સામગ્રીનું સફળતાપૂર્વક વિતરણ કરવામાં આવ્યું હતું.

ભરૂચ ખાતે કે. જે. ોપલીસટેક્નિક કોલેજ ખાતેથી જિલ્લા, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાના પોલિંગ સ્ટાફને તેમની નિમણૂંકના ઓર્ડર તેમજ ઈવીએમ મશીનો સહિતની સામગ્રી સાથે રવાના કરાયાં હતાં. પોલિંગ ટીમમાં પિસાઈડિંગ ઓફિસર, આસી. પિસાઈડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર, ઝોનલ ઓફિસર-સેક્ટર મેજિસ્ટ્રેટ સહિત મદદનીશ ઝોનલ ઓફિસરને તમામ જરૂરી સામાન વિતરણ કરી રવાના કરવામાં આવ્યાં હતાં.


Share

Related posts

ભરૂચ સ્ટેશન રોડ પર આવેલી ઇન્ડિયન બેંક સામેથી કારનો કાચ તોડી ૪૬ હજારની ઉઠાંતરી…

ProudOfGujarat

ભરૂચના દાંડિયા બજાર સ્થિત શનિદેવ મંદિરે શનિ જન્મોત્સવની ભવ્ય ઉજવણી : શનિયાગ, ત્રિકાળ આરતી અને મહાપ્રસાદ સાથે ભ્રુગુઋષિ મંદિર પરિસરમાં ધાર્મિક માહોલ સર્જાશે

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં સાંસદ અને ઝધડીયાનાં ધારાસભ્ય છોટુ વસાવા આમને સામને.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!