Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

એક્સપ્રેસ-વે પર LCBનો દબદબો: ₹8.37 લાખનો દારૂ જપ્ત, એક ઝડપી, એક ફરાર

Share

ભરૂચ :

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર મોટી કાર્યવાહી કરી વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે તેનો સાથી ફરાર થઈ ગયો છે.

Advertisement

બાતમીના આધારે પોલીસે સુરત-વડોદરા રૂટ પર નજર રાખી હતી. આ દરમિયાન શંકાસ્પદ મારૂતિ સ્વીફ્ટ કાર (GJ 23 CE 5878)ને અટકાવી તપાસ કરતા કારમાંથી 62 બોક્સ વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેની અંદાજીત કિંમત ₹3.27 લાખ છે.

કારમાં સવાર ધર્મેન્દ્ર રમેશભાઈ ચૌહાણ (આણંદ)ને સ્થળ પરથી જ ઝડપાયો હતો. પૂછપરછ દરમિયાન તેણે કબૂલ્યું કે તે મોન્ટુ પરમાર સાથે મળી કીમ નજીકથી દારૂ લઈ આણંદ તરફ લઈ જઈ રહ્યો હતો.

પોલીસે દારૂ સાથે ₹5 લાખની કાર અને બે મોબાઈલ ફોન સહિત કુલ ₹8.37 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ફરાર આરોપી મોન્ટુ પરમારને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ તેજ કરવામાં આવી છે.

આ કાર્યવાહીથી એક્સપ્રેસ-વે પર ગેરકાયદેસર દારૂના જથ્થા પર રોક લગાવવાનો મહત્વનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.


Share

Related posts

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ UPL-1 કંપનીમાં સફળ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે ચૈત્ર માસમાં માતાજીના આઠમ પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી

ProudOfGujarat

અંકલેશ્વર : 17 વર્ષીય સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયેલા સુરતના યુવાનને પોલીસે ઝડપી લીધો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!