Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જુના તવરા-કડોદ સીમ વિસ્તારમાં ખનીજ માફિયાઓનો બેફામ આતંક, ખેડૂતો ડમ્પરો રોકી રસ્તા પર ઉતર્યા

Share

 

2020થી પ્રતિબંધિત વિસ્તાર હોવા છતાં રાત-દિવસ રેતી ઉલેચાઈ રહી છે, ગ્રામજનોનો આક્ષેપ

Advertisement

ભરૂચ :

ભરૂચ તાલુકાની પૂર્વપટ્ટીમાં આવેલા જુના તવરા અને કડોદ ગામના સીમ વિસ્તારમાં નર્મદા નદીના પટમાંથી ચાલી રહેલા ગેરકાયદે રેતી ખનનને લઈને ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2020માં આ વિસ્તારને પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો હોવા છતાં ખનીજ માફિયાઓ દ્વારા ખુલ્લેઆમ રાત-દિવસ રેતી ઉલેચાઈ રહી હોવાનું સામે આવતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ નર્મદા નદીના પ્રતિબંધિત પટમાં ભારે મશીનો અને ડમ્પરો મારફતે સતત રેતી ખનન કરવામાં આવી રહ્યું છે. રાત્રી દરમિયાન ડમ્પરોની સતત અવરજવરથી ગામના રસ્તાઓ ધૂળિયા અને કીચડમય બની ગયા છે. મુખ્ય માર્ગો ઉપરાંત આંતરિક રસ્તાઓ પણ ખરાબ હાલતમાં ફેરવાઈ જતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ નદી કિનારેથી રેતી ભરી નીકળતા ભારે વાહનોના કારણે આસપાસના ખેતરોને પણ નુકસાન થઈ રહ્યું છે. અનેક સ્થળોએ ખેતરના રસ્તાઓ તૂટી ગયા છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં પાણી અને કીચડ ભરાઈ જવાથી ખેડૂતો ખેતીવાડીના કામ માટે ખેતરો સુધી પહોંચી શકતા નથી. ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે ભારે વાહનોની બેફામ અવરજવરથી કોઈપણ સમયે જીવલેણ અકસ્માત સર્જાઈ શકે તેવી સ્થિતિ ઉભી થઈ છે.
સ્થાનિકોમાં વધુ રોષ એ બાબતે જોવા મળી રહ્યો છે કે ગેરકાયદે રેતીચોરીમાં સંડોવાયેલા અનેક ડમ્પરો નંબર પ્લેટ વગર જ દોડતા જોવા મળે છે. જેના કારણે ખનન માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં પણ મુશ્કેલી ઉભી થતી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ગ્રામજનોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ખનીજ માફિયાઓને કેટલાક તત્વોનો આશીર્વાદ મળતો હોવાથી જ તેઓ નિર્ભય બની કાર્ય કરી રહ્યા છે.
ગ્રામજનોએ વધુમાં જણાવ્યું હતું કે તેઓએ અનેક વખત ભરૂચ ખાણ-ખનીજ વિભાગને ટેલિફોનિક રીતે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ જવાબ મળ્યો નહોતો. તંત્ર તરફથી કોઈ અસરકારક કાર્યવાહી ન થતા આખરે સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોએ ગેરકાયદે રેતી ભરેલા ડમ્પરો અટકાવી મીડિયા સમક્ષ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
ગ્રામજનોએ માંગ કરી છે કે પ્રતિબંધિત વિસ્તારમાં ચાલી રહેલા ગેરકાયદે રેતી ખનન સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે, નંબર પ્લેટ વગર દોડતા ડમ્પરો જપ્ત કરવામાં આવે તેમજ આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા તત્વો સામે કાયદેસર પગલાં ભરવામાં આવે.
હાલ સમગ્ર મામલે ખાણ-ખનીજ વિભાગ શું કાર્યવાહી કરે છે તેના પર સ્થાનિકોની નજર મંડાઈ છે.


Share

Related posts

માંગરોળનાં આંબાવાડી ગામે તાલુકા કક્ષાનો ગ્રામકલા અને સાંસ્કૃતિક મહોત્સવ યોજાયો.

ProudOfGujarat

સુરતમાં વધુ એક અકસ્માત કરી કાર ચાલક ફરાર થઈ ગયો હતો ત્રણ દિવસ થયા છતાં પોલીસ કાર ચાલકને ઝડપી શકી ન હતી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત સ્વચ્છ ભારત મિશન દ્વારા ૯ ગોબર ધનપ્લાટના ઇન્સ્ટોલેશનની કામગીરી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!