Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વડોદરા-મુંબઈ એકસપ્રેસ વે પર સ્પિડ લીમીટ તોડનાર વાહન ચાલકોને હવે ઓનલાઈન દંડ થશે

Share

 

ભરૂચ પંથકમાં અકસ્માતોની ઘટના વધતાં ચિંતાનો વિષય બન્યો હતો

Advertisement

ભરૂચ.

દિલ્હી-મુંબઈ એકસપ્રેસવે નો વડોદરાથી ગણદેવી સુધીનો હાઈવે શરૂ થઈ ગયો છે. જેના કારણે એક્સપ્રેસ વે પર વાહનોની અવર-જવરમાં ભારે વધારો થયો છે. એક્સપ્રેસ વે પર વાહનો ફુલ સ્પિડ પર ભાગતા હોવાને કારણે અકસ્માતોની ઘટનાઓ પણ વધી રહી છે. ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એનએચએઆઈ) તેમજ આરટીઓ વિભાગ દ્વારા ગણદેવીથી વડોદરા વચ્ચે દર ૧૦ કિમીના અંતરે ઓટો મેટિક સ્પિડ ડિટેક્શન ( વિએસડીસી) અને નૅબર પ્લેટ રેકગ્નાઈઝર (એએનપીઆર) કેમેરા ગોઠવી દેવામાં આવ્યાં હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યુ છે.ત્યારે હવે જો વાહન ચાલકો તેમની મર્યાદા કરતાં વધુની સ્પિડે વાહન હંકારતાં હોવાનું કેમેરામાં કંડેરાશે તો તેને સીધો તેમના મોબાઈલમાં જ દંડના ચલાણનો મેસેજ મોકલી દેવાશે.

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા તેમજ આરટીઓ સહિત સંબંધિત વિભાગ દ્વારા નિયત કરાયેલી ગતિ મુજબ કાર માટે ૧૨૦ કિમી પ્રતિ કલાકની સ્પિડ લિમીટ નક્કી કરાઈ છે. જેનું ઉલ્લંઘન કરવામાં આવશે તો ૧૫૦૦ રૂપિયા દંડ થશે. જ્યારે બસ-ટૂંક જેવા વાહનોની સ્પિડ ૧૦૦ અને અન્ય ભારે વાહનોની સ્પિડ ૮૦ કિમી/કલાકની સ્પિડ મર્યાદા નક્કી કરવામાં આવી છે.હવે જો વાહન ચાલકો તેમની નક્કી કરાયેલી સ્પિડ કરતાં વધુ સ્પિડથી વાહન ચલાવશે તો તેમને દંડ ફટકારાશે. પ્રથમ દંડ પછી પણ જો, તેમની સ્પિડ કેમેરામાં વધુ માલુમ પડશે તો તેમને ૨૦૦૦ રૂપિયાનો દંડ કરવામાં આવશે તેમ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.


Share

Related posts

પંચમહાલ પોલીસનો લોકડાઉનનાં માહોલમાં પરિસ્થિતિ પર નજર રાખવા એર બલૂનનો નવતર પ્રયોગ જાણો વધુ.

ProudOfGujarat

CSR એક્ટિવીટી હેઠળ નાંદોદના લાછરસ ગામે તળાવ ઉંડુ કરવાની કામગીરીનો પ્રારંભ.

ProudOfGujarat

વાજતે ગાજતે શરૂ કરેલ વેક્સિનેશન મહાઅભિયાનને રાજ્યમાં બ્રેક લાગી : 6 દિવસમાં 50 ટકાથી વધુને ઘટાડો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!