Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી માટે ખાસ સભા 23 મેના રોજ યોજાશે : જિલ્લા તેમજ તમામ તાલુકા પંચાયતોમાં 23 અને 25 મે દરમિયાન ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે

Share

 

ભરૂચ – વિકાસ કમિશનરશ્રી, ગાંધીનગરના આદેશાનુસાર ભરૂચ જિલ્લા પંચાયત તેમજ જિલ્લાની તમામ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ હવે પ્રમુખ અને ઉપપ્રમુખ પદની વરણી માટે ખાસ સભાઓ યોજાનાર છે.

Advertisement

ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી માટેની ખાસ બેઠક આગામી તા. 23 મે, 2026ના રોજ બપોરે 12:00 કલાકે જિલ્લા પંચાયત ભરૂચના સભાખંડ ખાતે યોજાશે.

આ ઉપરાંત ભરૂચ જિલ્લાની તમામ તાલુકા પંચાયતોના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટેની પ્રથમ બેઠક તા. 25 મે, 2026ના રોજ સંબંધિત તાલુકા મથકોએ યોજાશે. આ બેઠકોને લઈ જરૂરી નોટિસો તથા ચૂંટણી પ્રક્રિયા સંબંધિત નમૂનાઓ તાલુકા વિકાસ અધિકારીઓ (TDO)ને મોકલી આપવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

જિલ્લા તથા તાલુકા પંચાયત સ્તરે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા સમયસર અને નિયમબદ્ધ રીતે પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા જરૂરી સૂચનાઓ આપી દેવાઈ હોવાનું પણ સત્તાવાર રીતે જણાવાયું છે.


Share

Related posts

નેત્રંગની સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ ખાતે આદિવાસી સંસ્કૃતિ અને સાહિત્ય વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો

ProudOfGujarat

ભરૂચ નગર પાલિકા ના પ્રમુખ પદે સુરભી બેન તંબાકુવાલ બિરાજમાન થયા હતા નગર પાલિકા ખાતે સત્તાવાર જાહેરાત કરાતા અંદરો અંદર સભ્યો માં કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો……….

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની યોજાનારી પૂરક પરીક્ષાઓનું જાહેરનામું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!