Proud of Gujarat
INDIAFeaturedGujarat

સ્ટેચ્યુ ઓફ યુનીટી-કેવડીયા જતી જન શતાબ્દી ટ્રેનને નડિયાદ સ્ટોપેજથી કેન્દ્રીય મંત્રી એ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું.

Share

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ નડિયાદના જંકશન રેલવે સ્ટેશન પર આજે અમદાવાદ-કેવડીયા(એકતા નગર) જન શતાબ્દી એક્ષપ્રેસ ટ્રેન આવી પહોંચી હતી. જન શતાબ્દી એક્ષપ્રેસ ટ્રેનને નડિયાદ રેલવે સ્ટેશન પર સ્ટોપેજ અપાતા કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી અને ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણે ટ્રેનના આગમન સમયે નડિયાદ સ્ટેશન પર ઉપસ્થિત રહી ટ્રેનનું સ્વાગત કર્યું હતું, અને એન્જીનનું પૂજન કરી લોકો-પાયલોટને મોં મીઠું કરાવ્યું હતું. આ પ્રસંગે ડી.આર.એમ(વડોદરા) અમિત ગુપ્તા સહીત રેલવેના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનીટી, કેવડીયા જતી જન શતાબ્દી ટ્રેનને કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. 

    આ પ્રસંગે કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, “ વિશ્વ વંદનીય મહાપુરુષ સરદાર સાહેબની વિશાળ પ્રતિમાના દર્શન કરવા જતા યાત્રીઓ પૈકી નગર નડિયાદ સહિત ખેડા જીલ્લાની જનતાને સરદાર સાહેબની જન્મભૂમિ નડિયાદથી જ આ ટ્રેનનો લાભ મળી રહે તે ઉદ્દેશથી નડિયાદ સ્ટેશનને આ સ્ટોપેજ મળ્યું છે. ત્યારે તેના લાભાર્થી મુસાફરો-નાગરિકો આ ટ્રેનનો વધુમાં વધુ લાભ લે તેવી મારી લાગણી છે. દેશના શ્રદ્ધેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સરદાર સાહેબની વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમાના દુનિયાને દર્શન કરાવ્યા, ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી-કેવડીયા-એકતા નગર જતી અમદાવાદથી ઉપડતી જન શતાબ્દી ટ્રેનનું સરદાર પટેલ જન્મભૂમિ નડિયાદને જ સ્ટોપેજ અપાયું નહોતું. જેથી લોકલાગણી દુભાઈ હતી. લોકોની લાગણી-માંગણી અને રજુઆતો તેમને મળતા આ અંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજીએ આપેલા સાનુકુળ પ્રતિસાદના પગલે જન શતાબ્દી ટ્રેનને નડિયાદ રેલવે સ્ટેશન પર અપ અને ડાઉન ટ્રેનોને સ્ટોપેજની સુવિધા ઉપલબ્ધ બની છે. 

આ ઉપરાંત બાંદ્રા-ટર્મિનસ-અમદાવાદ લોકશક્તિ એક્ષપ્રેસ ટ્રેન અને મુંબઈ સેન્ટ્રલથી ઉપડતી ઓખા-સૌરાષ્ટ્ર મેલનું પણ ડાઉન સ્ટોપેજ નડિયાદને મળ્યું છે. આવનારા સમયમાં કોરોના મહામારી અને લોકડાઉન સમયથી નડિયાદ સ્ટેશન પરથી જતી આવતી અને રોજીંદા મુસાફરોને ઉપયોગી “મેમુ” સહિતની ટ્રેનો પૂર્વવત ચાલુ થઇ જશે એમ કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું. 

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભરૂચમાં શનિ જયંતીની સાદગીપૂર્ણ ઉજવણી : દર્શનાર્થીઓએ દૂરથી જ કર્યા દર્શન.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાનાં મુલદ ગામનાં ખેતરમાંથી લાખો રૂપિયાની કિંમતનો દારૂ ઝડપાયો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા નેશનલ હાઈવે પર મુસાફરોને સર્વિસ રૉડ બનાવી આપવા માંગ સાથે આવેદન પાઠવાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!